બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / 'દેશના ઘણા CCTV કર્યા હેક', અમદાવાદ પોલીસના મોટા ઘટસ્ફોટ, જણાવી રાજકોટ CCTV કાંડની કરમકુંડળી

ખુલાસા / 'દેશના ઘણા CCTV કર્યા હેક', અમદાવાદ પોલીસના મોટા ઘટસ્ફોટ, જણાવી રાજકોટ CCTV કાંડની કરમકુંડળી

Last Updated: 06:57 PM, 19 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરદ સિંઘલે કહ્યું કે, હોસ્પટલના જ્યાંથી CCTV જનરેટ થાય છે ત્યાંનો ત્રણ મહિનાનો ડેટાબેઝ મેળેવ્યો હતો તપાસ કરી છે

પાયલ હોસ્પિટલના CCTV વાયરલ થવાના કેસ મામલે અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'હોસ્પટલના જ્યાંથી CCTV જનરેટ થાય છે ત્યાંનો ત્રણ મહિનાનો ડેટાબેઝ મેળેવ્યો હતો અને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં કહ્યું કે, જ્યાંથી સીસીટીવી વાયરલ થયા હતા તે યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલનો એનાલિસીસ કરવામાં આવ્યો હતો'

"પ્રયાગરાજ, લાતૂર, સાંગલીમાં ટીમે તપાસ કરી હતી"

શરદ સિંઘલએ કહ્યું કે, 'અમારી તપાસમાં સામે આવ્યું હતું કે, જે ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રથી ચલાવવામાં આવે છે. ત્યારબાદ એક પોલીસ ટીમ ત્યા રવાના કરવામાં આવી હતી. પ્રાયગરાજ, લાતૂર, સાંગલી ટીમ પોલીસ ટીમ પહોંચી ગઈ હતી. જ્યાં લોકલ પોલીસની મદદ લેવામાં આવી હતી. આજે સવારે ત્રણ ઓરોપીઓની અટક કરવામાં આવી હતી'

આ પણ વાંચો: રાજકોટની ઘટના ચેતવતી! તમારા ઘર કે ઓફિસમાં લાગ્યા છે CCTV, જાણો તે હેક થઈ શકે કે નહીં?

'આરોપીઓને અમદાવાદ લાવીને તપાસ કરવામાં આવશે'

વધુમાં કહ્યું કે, 'માસ્ટરમાઈન્ડ આરોપી પ્રજ્વલ અશોક તેલી લાતૂરનો રહેવાસી છે. રાજેન્દ્ર પાટીલ ટેલિગ્રામ ચેનલ પર પૈસા લઈને વીડિયો મોકલતો હતો. પૈસા લઈને અલગ અલગ યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યા હતા. તમામ આરોપીઓને અમદાવાદ લાવીને તપાસ કરવામાં આવશે. આ હેકર્સ ફક્ત રાજકોટ નહીં પરંતુ દેશના અલગ અલગ CCTV હેક કર્યા છે. વધુમાં કહ્યું કે, અત્યાર સુધીમાં કોઈ હોસ્પિટલ સ્ટાફની સંડોવણી સામે આવી નથી. કેટલા પૈસા ટ્રાન્સફર થયા છે તેની તપાસ ચાલી રહી છે તેમજ એક વીડિયોના 2 હજાર રૂપિયા ચાર્જ વસૂલતા હતા. મુખ્ય આરોપી પ્રજ્વલ તેલી તમામ હેકર્સના સંપર્કમાં હતો. મુખ્ય આરોપીએ 12મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે"

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot hospital CCTV case Payal Hospital Case Sharad Singhal Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ