Rajkot BJP wins No Celebration lok sabha election 2019
ચૂંટણી /
રાજકોટમાં ભાજપ જીતે તો પણ નહીં મનાવે વિજય ઉત્સવ, શા માટે લેવાયો આ નિર્ણય?
Team VTV08:46 PM, 22 May 19
| Updated: 08:58 PM, 22 May 19
એક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપની સ્પષ્ટ બહુમતિના આસાર છે. આવતીકાલે લોકસભા ચૂંટણીના પરિણામો છે ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ જાહેરાત કરી છે કે જો રાજકોટ બેઠક પર ભાજપ જીતશે તો પણ વિજય ઉત્સવ મનાવાશે નહીં. રાજકોટમાં ભાજપ જીતશે તો વિજય સરઘસ નહીં કાઢે. આ નિર્ણય લલિત કગથરાના પુત્રનું અવસાન થતા ભાજપ દ્વારા લેવામાં આવ્યો છે.
રાજકોટ બેઠક પર ભાજપ જીતશે તો પણ વિજય ઉત્સવ નહી મનાવે. ભાજપનો વિજય થશે તો વિજય સરઘસ કાઢવામાં નહીં આવે. કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનું અવસાન થતા ભાજપ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ આ માટે જાહેરાત કરી છે.
લલિત કગથરાના પરિવારને નડ્યો હતો અકસ્માત
લલિત કગથરાનો પરિવાર પશ્વિમ બંગાળમાં ફરવા માટે ગયો હતો. જ્યાં કોલકત્તાથી તેઓ ફ્લાઇટ મારફતે અમદાવાદ પરત ફરવાના હતા. પરંતુ ફ્લાઇટ ચૂકાઇ જતા કગથરાનો પરિવાર કોલકાતાથી બસમાં બહેરામપુર તરફ આવી રહ્યા હતા. ત્યારે તેમની બસને અકસ્માત નડ્યો હતો. જેમાં લલિત કગથરાના પૂત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્યને ઇજા પહોંચી હતી.
મહત્વનું છે કે લલિત કગથરા રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે. જ્યારે ભાજપ તરફથી મોહન કુંડારિયા છે. આવતીકાલે પરિણામ છે ત્યારે જો રાજકોટમાં ભાજપ જીતે તો વિજય ઉત્સવ ન મનાવવાનો ભાજપે નિર્ણય લીધો છે.