બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:24 PM, 29 May 2024
રાજકોટમાં TRP અગ્નિકાંડને લઇને ભાજપે મહત્વનો નિર્ણય લીધો છે. લોકસભા ચૂંટણી પરિણામ પછી કોઇ પણ પ્રકારની ઉજવણી રાજકોટ ભાજપ નહીં કરે તેમજ કાર્યકર્તાઓને મતદાન સ્થળ પર જે જવાબદારી આપી છે તે કાર્યકરો જ હાજર રહેશે, આ જાહેરાત રાજકોટ ભાજપના પ્રમુખ મુકેશ દોશીએ કરી છે.
ADVERTISEMENT
રાજકોટ ચૂંટણી પછીનો માહોલ ભાજપ સાદગીપૂર્વક રાખશે
ADVERTISEMENT
રાજકોટ TRP અગ્નિકાંડ મુદ્દે રાજકોટમાં ચૂંટણી પછીનો માહોલ ભાજપ સાદગીપૂર્વક રાખશે તેવો નિર્ણય લીધો છે. તો આ પત્રકાર પરિષદ દરમિયાન અગ્નિકાંડમાં નેતાઓની સંડોવણી મામલે સવાલ પણ કરાયા હતાં.
સવાલથી બચવા માટે નેતાઓએ ચાલતી પકડી !
રાજકોટમાં ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં અગ્નિકાંડ મુદ્દે નેતાઓની સંડાવણી મુદ્દે સવાલ કરતા નેતાઓ અકળાયા હતાં. જે સવાલોના જવાબ આપવાનો રામ મોકરીયાએ ઈનકાર કર્યો હતો. અગ્નિકાંડમાં ભાજપ નેતાઓની સંડોવણી મુદ્દે પૂછતા રામ મોકરીયાએ કહ્યું કે, અમારે આ મામલે કંઈ નથી બોલવું. સવાલથી બચવા માટે નેતાઓએ ચાલતી પકડી હતી.
વાંચવા જેવું: રાજકોટ અગ્નિકાંડ બાદ જાગી AMC, કમિશનરે કરી જાહેર SOP, આ જગ્યાઓ પર થશે રેગ્યુલર ચેકિંગ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનએ શું કહ્યું ?
પત્રકારોના સવાલ પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમિન ઠાકરે જણાવ્યું હતું કે, SITની તપાસમાં જે સામે આવશે તે બધાને મંજૂર છે. મારૂં નામ ખુલશે તો હું પણ તૈયાર છું. જો કે, આ દરમિયાન લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ઉજવણી ન કરવાનું રાજકોટ ભાજપે એલાન કર્યું હતું
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.