બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટ અગ્નિકાંડના પડઘા છેક CMO સુધી, ભાજપ નેતાઓએ કરી CM સાથે મુલાકાત, આ છે કારણ
Last Updated: 02:35 PM, 11 June 2024
TRP ગેમઝોનના અગ્નિકાંડ મુદ્દે રાજકોટ ભાજપના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા હતા. રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢડિયા ગાંધીનગર પહોંચ્યા હતા.
ADVERTISEMENT
500થી વધુ મિલકતો સીલ કરાઇ છે
RMCના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર પણ ગાંધીનગર પહોંચ્યા હતા. જેમાં ફાયર સેફ્ટી વિનાની શાળાઓ અને કોમર્શિયલ બિલ્ડિંગ સીલ કરવાને લઇને લોકોના વિરોધને લઇ ચર્ચા થઇ હતી. રાજ્યના વહીવટી તંત્ર દ્વારા 500થી વધુ મિલકતો સીલ કરવામાં આવી હોઇ પદાધિકારીઓના ફોન ધણધણવા લાગ્યા છે. ફાયર NOC મુદ્દે કામગીરી હળવી કરવા પદાધિકારીઓ પર દબાણ વર્તાઇ રહ્યુ છે, જેને લઇને મુખ્યમંત્રી સાથે ચર્ચા થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ લોકો રિમાન્ડ બાદ જેલ હવાલે
મહત્વપૂર્ણ છે કે ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ એસીબીએ તપાસ કરી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી તેને 3 દિવસના રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ પૂરા થતાં સોમવારે ઠેબાને જેલહવાલે કરાયો હતો. બીજી બાજુ એસીબીમાં ગુનો નોંધાતા મ્યુનિ. કમિશનરે ઠેબાને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી સહિતના ચાર આરોપીને તપાસ ટીમે રિમાન્ડ પર લીધા હતા તેના પણ રિમાન્ડ પૂરા થતાં તે ચારેય પણ જેલમાં ધકેલાયા હતા
તાજેતરની દુખદ ઘટના
આ ઘટના સાથે જોડાયેલી એક દુખદ વાત પણ તાજેતરમાં સામે આવી હતી .. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે 27 લોકોએ જીવ ગુમાવ્યો હતો, તેમાંથી એકના પિતા પણ પુત્રના વિયોગમાં મૃત્યુને ભેટ્યા છે.. જશુભા જાડેજા નામના આ વ્યક્તિનું પુત્રના વિયોગમાં મૃત્યુ થયું છે.. તેમના પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT