રાજકોટ / ભાજપના નેતા જેન્તિ ઢોલની ઓડિયો ક્લિપ વાયરલ, આત્મનિર્ભર ગુજરાત યોજનાને કહી ખોટી

સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય યોજનાના નામે એક લાખ સુધીની લોનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે રાજકોટના ભાજપના નેતા જેન્તિ ઢોલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં તેમણે સરકારની જાહેરાતને ખોટી ગણાવી છે. આ લોનથી સરકારને કોઈ લેવા દેવા ન હોવાનો જેન્તી ઢોલે જણાવ્યું છે. જેન્તી ઢોલ ગોંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન છે. મહત્વનું છે કે, સરકારની જાહેરાત બાદ દેશભરમાં લોકોએ લોનના ફોન માટે સહકારી બેંકમાં લાઈન લગાવી છે.. ત્યારે હવે ભાજપના નેતાની ઓડિયો ક્લિપ વાયરલ થતા અનેક સવાલ થઈ રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ