બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 'ભ્રષ્ટાચારના કારણે લોકોના જીવ ગયા' રાજકોટ અગ્નિકાંડને લઈ અમિત ચાવડાના સરકાર પર પ્રહાર

રાજકોટ / 'ભ્રષ્ટાચારના કારણે લોકોના જીવ ગયા' રાજકોટ અગ્નિકાંડને લઈ અમિત ચાવડાના સરકાર પર પ્રહાર

Last Updated: 07:02 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં TRP અગ્નિકાંડ કેસમાં પીડિત પરિવારના ન્યાય આપવા માટે કોંગ્રેસે આવતીકાલે રાજકોટ બંધનું એલાન આપ્યું છે.

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 જેટલા નિર્દોષ લોકોની જિંદગી તંત્રની બેદરકારી અને સંચાલકોની ભૂલના કારણે હોમાઈ ગઈ છે. જેને લઈ આવતીકાલે રાજકોટ બંધનું એલાન કોંગ્રેસે આપ્યું છે. ત્યારે પીડિત પરિવારના ન્યાય માટે રાજકોટ બંધનું એલાન આપી પીડિત પરિવારને સહભાગી થવા અપીલ કરી છે.

TRP ગેમઝોન મુદ્દે કોંગ્રેસનું રાજકોટ બંધનું એલાન

કોંગ્રેસે પીડિત પરિવારના ન્યાય માટે બંધના એલાનમાં જોડાઈને સમર્થન કરવા અપીલ કરી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ બંધને સમર્થન કરવા અપીલ કરી કરી છે તો સાથો સાથ પીડિત પરિવારોને હજુ સુધી ન્યાય નહી મળ્યાનો આક્ષેપ કર્યો છે. ભ્રષ્ટાચારના કારણે ગેમઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોના જીવ ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. સાથો સાથ સરકારમાં બેઠેલા લોકોના કારણે રાજકોટનો અગ્નિકાંડ સર્જાયાનો આક્ષેપ કર્યો છે.

અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પીડિત પરિવારો આજે પણ ન્યાય માટે લડી રહ્યા છે. સરકારમાં બેઠેલા લોકોના કારણે રાજકોટમાં અગ્નિકાંડ થયો છે. સરકારના ભ્રષ્ટાચારના કારણે રાજકોટમાં લોકોના જીવ ગયા છે

PROMOTIONAL 11

આ પણ વાંચો: લીંબડી-રાજકોટ હાઇવે પરની ફેમસ હોટલમાં બેદરકારી, મોંઘી જમવાની થાળીમાં નીકળી જીવાત

TRP અગ્નિકાંડ કેસમાં અપડેટ

રાજકોટમાં TRP અગ્નિકાંડમાં વધુ 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા. અગ્નિકાંડની તપાસમાં ક્રાઇમબ્રાન્ચે વધુ આરોપીઓની ધરપકડ કરી હતી. અગ્નિકાંડની તપાસમાં આઇ.વી.ખેર, ભીખા ઠેબા અને મહેશ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી. જેને લઇને આજે કોર્ટમાં આરોપીઓને રજૂ કરી ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે SITની તપાસ સાથે ક્રાઇમબ્રાન્ચ અને પોલીસ પણ સતત અગ્નિકાંડમાં વિવિધ લોકોની પૂછપરછ કરી તપાસ ચલાવી રહ્યા છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

TRP Fire Case Update TRP fire case update Rajkot News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ