રાજકોટ APMC શેડમાં આગ લાગતા 18 કરોડનો માલસામાન સહિત મગફળીનો જથ્થો બળીને ખાખ

By : admin 11:06 AM, 14 March 2018 | Updated : 11:06 AM, 14 March 2018
રાજકોટઃ માર્કેટિંગ યાર્ડમાં મંગળવારે સાંજે આગ લાગી હતી. ભારે જહેમત બાદ આજે સવારે આગ કાબૂમાં આવી હતી. ત્યારે હવે આ મામલે વેર હાઉસિંગ અધિકારીએ નિવેદન આપતા કહ્યુ છે કે, આ આગ લાગવાથી 18 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. આ ગોડાઉનમાં સમગ્ર સૌરાષ્ટ્રના બારદાનનો જથ્થો રાખવામાં આવતો હતો. 

ત્યારે હવ FSLની તપાસ બાદ જ હકીકત સામે આવશે. આ મામલે તપાસ કરવા માટે ગુજરોતની એક ટીમ અમદાવાદથી રાજકોટ આવવા માટે રવાના પણ થઈ છે. આ ઉપરાંત કલેક્ટર દ્વારા તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. કલેક્ટરના આદેશ બાદ મજૂરો અને ટ્રકના ડ્રાઈવરોની પૂછપરછ કરવામાં આવશે. ગુજકોટના જવાબદાર અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે.

મહત્વનું છે કે, ગોંડલના મગફળી ગોડાઉનમાં લાગેલ આગના અંગારા હજી ઠર્યા નથી. ત્યાં આજ રોજ રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી. યાર્ડમાં રાખેલા બારદાનમાં લાગી ભીષણ આગ હતી. ફાયર બ્રિગેડની 10 ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતાં.

પ્લેટફોર્મ પર રાખવામાં આવેલા મગફળીના બારદાનના જથ્થામાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જોયો હતો. આગ લાગવાની ઘટનાની માહિતી મળતા જ રાજકોટ શહેરના ફાયરબ્રિગેડના ફાયર ફાઇટરો દોડી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે આ ભીષણ આગથી આકાશમાં ધૂમાડાના ગોટે-ગોટા જોવા મળ્યા હતા.Recent Story

Popular Story