Rajkot allegations have been made by the examinees
આક્ષેપ /
વનરક્ષક: મહેસાણા જ નહીં રાજકોટમાં પણ પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ, શાળા કરી રહી છે ઢાંકપિછોડો
Team VTV09:59 AM, 29 Mar 22
| Updated: 10:07 AM, 29 Mar 22
મહેસાણા બાદ રાજકોટમાં પણ વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી છે.
વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ
રાજકોટની ઉડાન સ્કૂલમાં પેપર ફૂટ્યાના આરોપ
બે ઉમેદવારોએ લગાવ્યો આરોપ
પરીક્ષા આપનારા બે વિદ્યાર્થીઓએ પેપર ફૂટ્યા હોવાની વ્યક્ત કરી આશંકા
મહેસાણા બાદ રાજકોટમાં વનરક્ષક ભરતીની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સામે આવ્યાં છે. જેમાં પરીક્ષા આપનારા બે વિદ્યાર્થીઓએ પેપર ફૂટ્યા હોવાની વ્યક્ત કરી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમારો નંબર રાજકોટ શહેરની ઉડાન સ્કૂલમાં હતો. પરીક્ષાનો સમય 12 વાગ્યાથી શરૂ થતો હતો. પરીક્ષા શરૂ થવાની હતી એટલે સુપરવાઈઝર પ્રશ્નપત્રનું પેકેટ લઈને આવ્યા હતાં. તેમણે પેપરનું સીલ બધાને બતાવ્યું હતું અને તેમાં બે વિદ્યાર્થિનીની સહી માટે જણાવ્યું હતું.
વિદ્યાર્થીનીએ કહ્યું કે, તે ક્લાસમાં સૌથી છેલ્લે બેઠી હતી અને સીલ લગાવેલા પેકેટની નીચે સેલો ટેપ દેખાઈ હતી તેથી હું તુરંત જ ઊભી થઈ અને ત્યાં નજીકથી જોતા તે પેકેટમાં જ્યાં સીલ લગાવેલું છે તેની સામેના જ ભાગમાં કાપો લગાવેલો હતો અને તેના પર સેલો ટેપ હતી. અને આશરે 3 ઈંચ જેવડો હતો જેમાંથી પેપર સરળતાથી નીકળી શકે તેવું લાગતું હતું. આ અંગે મેં વાંધો ઉઠાવ્યો અને સાથે જ આગળ બેઠેલા એક ઉમેદવારે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમજ અમે CCTV ફૂટેજ જાહેર કરવાની માંગ કરી હતી.પરંતુ સ્કૂલ દ્વારા CCTV ફૂટેજ જાહેર કરવાનો ઈનકાર કરાયો હતો
Vtv ના સળગતાં સવાલો
- શું રાજકોટમાં પણ વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ થઇ છે?
- પરીક્ષાર્થીઓના આક્ષેપોને લઇને તપાસ નહીં કરાય?
- ઉડાન સ્કૂલમાં પ્રશ્નપત્રનું પેકેટ તૂટેલું હતું?
- પ્રશ્નપત્રનું પેકેટ તૂટેલું નહતું તો CCTV કેમ જાહેર કરાતા નથી?
- પ્રશ્નપત્રના પેકેટ પર ટેપ કોણે લગાડી?
- સ્કૂલ CCTV જાહેર કરવાથી કેમ ઇનકાર કરી રહી છે?
- શું ઉડાન સ્કૂલ ગેરરીતિને છૂપાવવા માગે છે?