SHORT & SIMPLE /
કોની બેદરકારી? રાજકોટમાં ભૂગર્ભ ગટરની સફાઇ દરમ્યાન બે સફાઇકર્મીઓના મોત, કારણ ગેસ ગળતર
Team VTV07:33 PM, 21 Mar 23
| Updated: 07:34 PM, 21 Mar 23
રાજકોટમાં ભૂગર્ભમાં સફાઈ કરવા ઉતરેલા 2 કર્મચારીઓનું મોત થયું છે.
રાજકોટમાં બે સફાઇ કર્મચારીના મોત
ભૂગર્ભ ગટરમાં સફાઇ કરવા ઉતરેલા કર્મચારીઓના મોત
ગેસ ગળતરની અસર થતાં બંનેનું થયું મોત
ગટરમાં સફાઈ કરવા ઉતરેલા કર્મચારીઓનાં મોતનો વધુ એક મામલો સામે આવ્યો છે. ગુજરાતનાં રંગીલા રાજકોટમાં ફરી એકવાર દુ:ખદ ઘટના બની છે. ભૂગર્ભમાં સફાઈ કરવા ઉતરેલા બે સફાઇ કર્મચારીઓનું કરુણ મોત થયું છે.
2 કર્મચારીઓનું મોત
રાજકોટમાં આવેલા મવડી ફાયર સ્ટેશન નજીકની આ ઘટના બની છે. ભૂગર્ભ ગટરમાં સફાઇ કરવા ઉતરેલા કર્મચારીઓને ગેસ ગળતરની ગંભીર અસર થતાં 2નું કરુણ મોત સર્જાયું છે.
છેલ્લાં 2 વર્ષોમાં 11 સફાઈ કર્મચારીઓનું મોત
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે પૂછ્યું કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષોમાં ગટર સફાઈ કરવા ઉતરેલા કેટલા સફાઈ કર્મચારીઓનું મોત થયું છે? સત્તાપક્ષ તરફથી તેના ઉત્તરમાં જણાવવામાં આવ્યું કે છેલ્લાં 2 વર્ષમાં 11 જેટલા સફાઈ કર્મચારીઓનું મોત થયું છે જેમાં રાજ્ય સરકારે 50 લાખ રૂપિયાની સહાય પણ ફાળવી છે. વધારે ઊંડાણમાં માહિતી આપતાં સત્તાપક્ષે જણાવ્યું કે વર્ષ 2021માં કુલ 7 કર્મચારીઓનું મોત થયું છે જેમાનાં 5 કર્મચારીનાં પરિવારને સહાયપેટે 50 લાખ ચૂકવવામાં આવ્યાં હતાં. એક પરિવારને 10 લાખ ચૂકવવામાં આવ્યાં હતાં. તો 2022ની સાલમાં કુલ 4 સફાઈકામદારોનું મોત સર્જાયું છે જેમાનાં એકપણ કર્મચારીને સહાય નથી ફાળવવામાં આવી.