Monday, May 20, 2019

પ્રહાર / રાજીવ સાતવએ કર્યા ભાજપ પર પ્રહાર: "દલિતોને ન્યાય અપાવવામાં સરકાર નિષ્ફળ"

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજે અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદમાં લોકસભાની ચૂંટણીના પરિણામ અંગે ચર્ચા કરવામાં આવશે. તો કોંગ્રેસના પુસ્ત લોન્ચ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.  ત્યારે એરપોર્ટ પર રાજીવ સાતવે મીડિયા સાથે વાત કરતાં ખાતર કૌભાંડ મામલે ભાજપ પર આક્ષેપ કર્યો. અને કહ્યું કે ખાતર કૌભાંડમાં ભ્રષ્ટાચારને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. માત્ર ગુજરાતમાં જ ખાતરમાં વજન ઓછું કેમ છે. રાજ્યમાં ખેડૂતો સાથે સરકાર અન્યાય કરી રહી છે. તો દલિતો પર અત્યાચાર મામલે સાતવે કહ્યું કે સરકાર ન્યાય અપાવવામાં નિષ્ફળ રહી છે. અને સરકાર જ ખુદ રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે. આ મુદ્દાને વિધાનસભામાં ઉઠાવીને ચર્ચા કરવામાં આવશે તેમ પણ જણાવ્યું.

Rajiv satav congress BJP Tuver Scam fertilizer scam ગુજરાતી ન્યૂઝ Gujarati News
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ