Rajiv gauba states number of international passengers under corona threat observation do not match with actual number of travellers
Coronavirus /
ભારતમાં કોરોના કેમ વકર્યો તે મામલે થયો મોટો ખુલાસો, રાજ્યોની ખૂલી પોલ
Team VTV07:17 PM, 27 Mar 20
| Updated: 07:18 PM, 27 Mar 20
કોરોના વાયરસના સંક્રમણ માટેની તૈયારીઓ વચ્ચે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને વિદેશથી ભારત આવતા મુસાફરોની દેખરેખમાં થઇ રહેલી બેદરકારી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રાજ્ય સરકારોને જણાવ્યું હતું કે 18 જાન્યુઆરીથી 23 માર્ચની વચ્ચે, ૧૫ લાખથી વધુ મુસાફરો વિદેશથી ભારત આવ્યા છે, પરંતુ તેમના આંકડાઓમાં અવસ્થિતતા સામે આવી છે. છેલ્લા બે મહિનામાં ભારતની યાત્રા કરનારા મુસાફરોની સંખ્યા અને કોરોના વાયરસ માટે મોનીટરીંગ હેઠળ રાખવામાં આવતા મુસાફરોની સંખ્યામાં તફાવત સામે આવ્યો છે.
કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ દેશના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું છે કે છેલ્લા 2 મહિનામાં 15 લાખથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરો ભારત આવ્યા છે પરંતુ કોરોનાવાયરસને લઈને સર્વેલન્સ હેઠળ રાખવામાં આવેલા મુસાફરોની સંખ્યા આ સંખ્યા સાથે મેળ ખાતી નથી. ગૌબાએ કહ્યું છે કે સર્વેલન્સમાં આ તફાવત કોરોના વાયરસ સામેના પ્રયત્નોને અસર કરી શકે છે. સરકારના વરિષ્ઠ અધિકારી રાજીવ ગૌબાએ રાજ્યોને લખેલા પત્રમાં લખ્યું છે કે છેલ્લા બે મહિનામાં ભારતની યાત્રા કરનારા મુસાફરોની સંખ્યા અને કોરોના વાયરસ માટે મોનીટરીંગ હેઠળ રાખવામાં આવતા મુસાફરોની સંખ્યામાં તફાવત સામે આવ્યો છે.
કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબા
ગૌબાએ ભારપૂર્વક જણાવ્યું છે કે, કોરોના સંબંધિત મોનીટરીંગ હેઠળ ન રાખવામાં આવેલા મુસાફરોને શોધી કાઢવા માટે યોગ્ય અને જરૂરી પગલાં લેવાની જરૂર છે. ગૌબાએ કહ્યું કે તેમને તાત્કાલિક યોગ્ય દેખરેખ હેઠળ મૂકવામાં આવે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને મુસાફરોને શોધવા માટે જિલ્લા અધિકારીઓને પણ કાર્યવાહીમાં જોડવા માટે જણાવાયું છે.
રાજ્યોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં ગૌબાએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મુસાફરોની દેખરેખમાં આવી ગંભીર ભૂલને કારણે કોરોના વાયરસ સામે લેવામાં આવેલા પગલાઓ ઉપર નકારાત્મક અસર થઈ શકે છે. આ ભૂલના પગલે કોરોના વાયરસની અસર વધુ વિકટ થઇ શકે છે. નોંધનીય છે કે જ્યાં સુધી ભારતમાં કોરોના વાયરસ પીડિતોની વાત છે તેઓ મોટાભાગે વિદેશ પ્રવાસ પછી ભારત આવેલા છે.
Source : ANI
રાજીવ ગૌબાએ પત્રમાં લખ્યું છે કે 23 માર્ચ સુધી મને માહિતી મળી છે કે લગભગ 15 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ભારત આવ્યા છે. જો કે, કોરોના વાયરસ સંબંધિત જે લોકોની દેખરેખ રાખવામાં આવી રહી છે તેમની સંખ્યામાં થોડો તફાવત છે. નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના 700થી વધુ કેસ નોંધાયા છે અને 17 લોકોનાં મોત નીપજ્યાં છે.