Monday, April 22, 2019

રાજીવ ગાંધી હત્યાકાંડના સાત દોષીઓને મુક્ત નહીં કરે કેન્દ્ર સરકાર

રાજીવ ગાંધી હત્યાકાંડના સાત દોષીઓને મુક્ત નહીં કરે કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના સાત દોષિતોને મુક્ત કરવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આજે થયેલી સુનાવણીમાં સરકારને કહ્યું  કે આ કેસ દેશના પૂર્વ પ્રધાનમંત્રીથી જોડાયેલો છે એટલા માટે દોષિતોને છોડી શકાય નહીં. 

જણાવી દઇએ કે રાજીવ ગાંધી હત્યાકાંડના તમામ સાત આરોપી હાલમાં તમિલનાડુની જેલમાં બંધ છે. એ છેલ્લા 27 વર્ષથી જેલની સજા ભોગવી રહ્યા છે. આ પહેલા તમિલનાડુ સરકારે 2 માર્ચ 2016એ કેન્દ્ર સરકારને પત્ર લખીને કહ્યું હતું કે એમને સાત દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે સુપ્રીમ કોર્ટના 2015ના એક આદેશ હેઠળ આ દોષિતોને મુક્ત કરતા પહેલા રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી મંજૂરી લેવી ફરજીયાત છે એટલા માટે આ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે આ મામલાની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સીએ પણ સાત દોષિતોને મુક્ત કરવાનો વિરોધ કર્યો હતો. સરકારે કહ્યું કે તમિલનાડુ સરકારને આ નિર્ણય માટે 18 એપ્રિલે જ સૂચિત કરી દેવામાં આવ્યા હતા. 

નોંધનીય છે કે આ પહેલા સુપ્રીમ કોર્ટે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના સાત દોષિતોને મુક્ત કરવા સંબંધી તમિલનાડુ સરકારના પત્ર પર કેન્દ્ર સરકારને 3 મહિનાની અંદર નિર્ણય લેવા કહ્યું હતું. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ