સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની '2.0' ફિલ્મ ચીનમાં 56,000 સ્ક્રીન પર રિલીઝ થશે. નિર્માતાઓએ આ અંગેની જાણકારી આપી છે. એક નિવેદનમાં, લાયકા પ્રોડક્શન્સે શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મની રિલીઝ ખબરની પુષ્ટિ કરી છે કે એચવાઇ મીડિયાનાં સહયોગથી આ ફિલ્મ 56,000 સ્ક્રીન પર રિલીઝ થશે, જેમાંથી ઓછામાં ઓછી 47,000 સ્ક્રીન્સ પર આ ફિલ્મને 3Dમાં દેખાડાશે.
નિવેદનમાં એવું કહેવાયું છે કે '2.0' મેં 2019માં રિલીઝ થશે અને તે કોઇ વિદેશી ભાષામાં 3D ફોર્મેટમાં રિલીઝ થનાર સૌથી મોટી ફિલ્મ બનશે. શંકરની વર્ષ 2010ની બ્લોકબસ્ટર "એંથિરન"ની સિક્વલ '2.0' Lyca પ્રોડક્શન દ્વારા નિર્મિત છે અને આ ફિલ્મ 29 નવેમ્બરનાં રોજ તમિલ, તેલુગુ અને હિંદીમાં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, એમી જેક્સન, આદિલ હુસૈન અને સુધાંશુ પાંડે જેવાં કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
દક્ષિણી ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અક્ષયની આ પ્રથમ ફિલ્મ છે. જેમાં તેઓએ ખલનાયકની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ 600 કરોડનાં બજેટમાં તૈયાર કરાઇ છે. આ સપ્તાહની શરૂઆતમાં LYCA પ્રોડક્શને ખુલાસો કર્યો હતો કે ફિલ્મે પહેલા જ વીકેન્ડમાં દુનિયાભરમાં 400 કરોડ રૂપિયાની કમાણી કરી નાખી છે.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...
તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ