રાજ્યસભા ચૂંટણી / કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો, ગુજરાત બાદ અહીં પણ ધારાસભ્યોને રિસોર્ટ ખસેડવા પડ્યાં

Rajaysabha election 2020 congress mla resort rajasthan

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે રાજસ્થાનમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ અને તેના સમર્થક ધારાસભ્યો આગામી રાજ્યસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા કરવા બુધવારે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીંથી તેઓને બસ દ્વારા દિલ્હી હાઇવે પર આવેલા એક રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ પછી મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ત્યાં પહોંચી ગયા. આ જ સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા રાજ્યસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે જયપુર પહોંચ્યા હતા. ભાજપના નામનો ઉલ્લેખ ન કરતા, કોંગ્રેસે ઈશારામાં આરોપ લગાવ્યો હતો કે ગેહલોત સરકારને અસ્થિર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ