ચૂંટણી / ગુજરાતઃ રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટના ભયથી ભાજપે બનાવી આ વ્યૂહરચના

Rajaysabah Election gujarat bjp candidate

ગુજરાતની ચાર સહિત રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે આજે મતદાન યોજાશે. ગુજરાતમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ આ ચૂંટણીમાં જંગ તો ભાજપના ત્રીજા અને અંતિમ ઉમેદવાર નરહરિ અમીન તથા કોંગ્રેસના બે ઉમેદવારો તથા વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે છે. ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ પોત-પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપ દ્વારા પોતાના ત્રણેય ઉમેદવારોને જીતાડવામાં ખાસ પ્રકારની વ્યૂહરચના બનાવી છે. જેમાં નારાજ ધારાસભ્યો માટે પ્રોક્સી વોટ કરવા માટેની વ્યૂહરચના તૈયાર કરી છે. જેમાં ભાજપ કેસરીસિંહ સોલંકી માટે પ્રોક્સી વોટ કરાવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ