બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રિષભ પંતનો જીવ બચાવનાર યુવક આજે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે, કારણ જાણી કંપી ઉઠશો
Last Updated: 12:24 PM, 12 February 2025
એ તો તા યાદ જ હશે જે જાણીતા ક્રિકેટર રિષભ પંતનો 30 ડિસેમ્બર 2022 ના રોજ રાતે એક ભયાનક કાર એક્સિડન્ટ થયો હતો. આ વખતે જે યુવકે રિષભને મદદ કરી હતી ટે રજતે તેની ગર્લ ફ્રેન્ડ સાથે મળીને ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં તે છોકરી મોતને ભેટી છે અને રજત હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહયો છે.
ADVERTISEMENT
રજત મુઝફ્ફરનગરના શકરપુરનો રહેવાસી છે. છોકરીના પરિવારજનોનો આરોપ છે કે બે દિવસ પહેલા રજત તેમની દીકરીને લલચાવીને પોતાની સાથે લઈ ગયો હતો. પછી તેણે તેને ઝેર ખવડાવીને તેની હત્યા કરી છે. છોકરીની માતા કમલેશે રજત અને અન્ય લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરંતુ હાલમાં રજતની હાલત ગંભીર છે. તે ભાનમાં આવ્યા પછી પોલીસ તેનું નિવેદન નોંધશે.
પાંચ વર્ષથી ચાલતું હતું અફેર
ADVERTISEMENT
પ્રાપ્ત થતી માહિતી મુજબ રજત છેલ્લા પાંચ વર્ષથી મનુ નામની 21 વર્ષની છોકરી સાથે પ્રેમ સંબંધમાં હતો પરંતુ બંનેના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. બંનેના પરિવારોએ લગ્નનો ઇનકાર કરી દીધો હતો. અને બંને ના લગ્ન બીજે ગોઠવી દેવાયા હતા. આ ઘટનાને પગલે રજત અને મનુએ 9 ફેબ્રુઆરીની સાંજે ખેતરમાં ઝેર પી લીધું. બંને ખેતરમાં બેભાન હાલતમાં પડ્યા હોવાની માહિતી મળતા જ તેમના પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેમને ઉત્તરાખંડના ઝાબ્રેડાના નર્સિંગ હોમમાં લઈ જવાયા હતા. મંગળવારે સારવાર દરમિયાન મનુનું મોત નીપજ્યું હતું. રજત હજુ પણ સારવાર હેઠળ છે.
વધુ વાંચો: આજે અમદાવાદમાં ટકરાશે ભારત-ઇંગ્લેન્ડની ટીમ, જુઓ પિચ કેવી રહેશે, આ 2 ખેલાડીઓની છુટ્ટી પાક્કી!
પંતે તેને ગિફ્ટ કર્યું હતું 2 વ્હીલર
રિષભની મર્સિડીઝનો અકસ્માત થયો એ વખતે રજત તેને બચાવવા પહોંચ્યો હતો. 30 ડિસેમ્બર 2022 ના રોજ જ્યારે તેની મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ ત્યારે રજત ક્રિકેટર માટે દેવદૂત બનીને આવ્યો. રિષભ કાર દ્વારા રૂરકી જઈ રહ્યો હતો. ત્યારે તેને આ અકસ્માત નડ્યો હતો. રજત રિષભને હોસ્પિટલ લઈ ગયો. અકસ્માતમાં ઘાયલ થયેલા રિષભ પંતે સ્વસ્થ થયા બાદ રજત અને અન્ય એક વ્યક્તિનો જીવ બચાવવા બદલ આભાર માન્યો હતો અને તેને સ્કૂટર ભેટમાં આપ્યું હતું. રિષભ પંત તરફથી ગિફ્ટમાં સ્કૂટર મળ્યા પછી રજત ચર્ચામાં આવ્યો હતો. રિષભનો જીવ બચાવનાર રજત આજે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.