Team VTV11:23 AM, 27 Mar 23
| Updated: 11:24 AM, 27 Mar 23
રવિવારે ફરી નાગૌરના જાટોએ પોતાનો જ ઈતિહાસ રીપિટ કર્યો છે. અહીં અત્યાર સુધીનું સૌથી વધારે મોટુ મામેરૂ ઢીગસરાના મેહરિયા પરિવારે ભર્યું છે.
રાજસ્થાનના નાગૌરમાં સૌથી મોટુ મામેરૂ
ભાઈઓએ બહેનને આપ્યું 1 કિલો સોનું 14 કિલો ચાંદી
100 વિઘા જમીન અને 2 કરોડ રૂપિયા રોકડા આપ્યા
નાગૌર જિલ્લામાં મામેરૂ ભરવાનો આ રેકોર્ડ જાયલ વિસ્તારનો હતો. પરંતુ રવિવારે આ રેકોર્ડ તૂટી ગયો. નાગૌરના ખીંવસર વિસ્તારના ઢીંગસરા ગામના નિવાસી ચાર ભાઈઓએ પોતાની બહેનને આઠ કરોડ 31 લાખ રૂપિયાનું મામેરૂ ભર્યું છે.
તેના પહેલા નાગૌરમાં થોડા દિવસ પહેલા ડોલરથી સજાવેલી ચુંદડી ત્રણ કરોડ એકવીસ લાખનું મામેરૂ ભરવામાં આવ્યું હતું. ભાગીરથ મેહરિયા, અર્જુન મેહરિયા પ્રહલાદ મેહરિયા અને ઉમ્મેદ જી મેહરિયાએ પોતાની બહેન ભંવરીને 8 કરોડ એકવીસ લાખનું મામારૂ ભર્યું.
પહેલા અહીં જ બે ભાઈઓએ બહેનને આપી હતી ડોલરની ચુંદડી
મામેરૂ ભરવાને લઈને નાગૌરના જયલ વિસ્તારની પેઠી ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીં થોડા સમય પહેલા બે ભાઈઓ દ્વારા પોતાની બહેનને ડોલરથી બનાવેલી ચુંદડી અને એક કરોડનું મામેરૂ ભરવામાં આવ્યું હતું.
ત્યાં જ ત્યાર બાદ બુરડી ગામના નિવાસી ભંવરલાલ ચૌધરીએ 3 કરોડ 21 લાખનું મામેરૂ ભર્યું હતું. હવે આ બધા મામેરાનો રેકોર્ડ તૂટી ચુક્યો છે હાલમાં ભાગીરથ મેહરિયાના પરિવારે 8 કરોડ 31 લાખનું મામેરૂ ભર્યું છે.
રવિવારે ફરી તૂટ્યો મામેરાનો રેકોર્ડ
રવિવારે ફરી નાગૌરના જાટોએ પોતાના જ ઈતિહાસને રિપીટ કર્યો છે. નાગૌરમાં અત્યાર સુધીનું સૌથી મોટુ મામેરૂ ઢીગસરાના મેહરિયા પરિવારના મજબૂત સ્તંભ સમાજ રત્ન ભાગીરથજી મહેરિયાના પરિવાર દ્વારા બહેન ભંવરી દેવી રાયધાનુવાળાને 8 કરોડ 31 લાખનું ભર્યું છે.
8 લાખના મામેરામાં શું-શું છે શામેલ
તેમાં 2 કરોડ 21 લાખ કેસ રૂપિયા, 71 લાખનું 1 કિલો 105 ગ્રામ સોનું, 9 લાખ 80 હજારની 14 કિલો ચાંદી જેમાં 2 કિલો ચાંદી બહેનને અને બાકી 800 સિક્કા આખા ગામમાં વહેચ્યા.
આટલું જ નહીં ભાઈએ 4 કરોડ 42 લાખની 100 વીધા જમીન અને ગુઢા ભગવાન દાસમાં 50 લાખનો પ્લોટ, ગુઢા ભગવાન દાસમાં 1 વીધા જમીન અને 7 લાખની ઘઉંથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પણ મામેરામાં આપી.
આ મામેરૂ નાગૌરના રાયધનુ ગામના રહેવાસી ગણેશજીના પુત્ર શ્રી લક્ષ્મણજી ગોદારાની પત્ની ભંવરી દેવીને ભરવામાં આવ્યું છે. આ મામેરાની ખાસ વાત એ છે કે ઢીંગસરા ગામથી લઈને રાયધનુ ગાંમ સુધી બળદને પણ સાથે લઈને આવ્યા હતા.