બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:25 AM, 21 July 2024
રાજસ્થાનની એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને રીલ બનાવ્યાના થોડા જ સમય બાદ સાપ કરડ્યો અને એ બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું. રાજસ્થાનના ટોંક જિલ્લાના ગઢ ગામમાં રહેતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દીપા સાહુ શનિવારે સવારે ગાય માટે ચારો લેવા ખેતરમાં ગઈ હતી. પરંતુ ઘાસચારો કાપતી વખતે કોબ્રાએ ડંખ માર્યો હતો.
ADVERTISEMENT
ટોંક જિલ્લાના દૂની તાલુકામાં સ્થિત ગઢ શહેરમાં રહેતી દીપા સાહુ માત્ર 19 વર્ષની હતી. દીપાએ ધોરણ 12 પછી અભ્યાસ છોડી દીધો હતો. તે લગભગ 4 વર્ષથી સોશિયલ મીડિયા પર એક્ટિવ હતી અને ઘરના કામકાજ પણ સંભાળતી હતી. તેના દ્વારા બનાવેલા વીડિયો ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વાયરલ થયા હતા.
ADVERTISEMENT
દીપાના ફોલોઅર્સ પણ આ સમાચાર સાંભળીને દુઃખી છે. દીપાએ શુક્રવારે જ વરસાદની મોસમમાં છત્રી સાથે રીલ બનાવીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી એ વિડીયો વાયરલ પણ થયો હતો. દીપાના માતા-પિતા વિશે વાત કરીએ તો તેઓ કમાવા માટે હોટલમાં કામ કરે છે. જે ટોંક જિલ્લામાં જ છે, પરંતુ ઘરથી દૂર છે.
દીપા સવારે 6 વાગે ઘર પાસે ગાયો માટે ચારો કાપવા ગઈ હતી અને આ દરમિયાન એક કોબ્રા સાપે તેને ડંખ માર્યો હતો. જ્યારે દીપાએ બૂમો પાડી ત્યારે આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા અને સાપને મારી નાખ્યો. દીપા પર કોબ્રાના ઝેરની અસર જોઈને પરિવારજનો સમય બગાડ્યા વિના તેને ખાનગી વાહનમાં કોટા લઈ ગયા, પરંતુ દીપા કોટા પહોંચે તે પહેલા જ ઝેર એટલું ફેલાઈ ગયું કે તેનું મોત થઈ ગયું હતું.
ડૉક્ટરોનું માનવું છે કે બ્લેક કોબ્રાના ડંખ પછી જીવતું રહેવા માટે પહેલો કલાક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તે એક કલાકમાં દીપાને કોઈપણ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હોત અને એન્ટી વેનોમ સીરમ આપવામાં આવ્યું હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત. એન્ટિ વેનોમ સીરમ તમામ સરકારી હોસ્પિટલોમાં મફતમાં ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દિલ્હી ચૂંટણી પરિણામ / '16 ઉમેદવારોને 15-15 કરોડની ઓફર કરાઈ', કેજરીવાલે ફોડયો બોમ્બ, કોની પર મૂક્યો આરોપ?
દિલ્હી એક્ઝિટ પોલ્સ / બે પોલ્સમાં ઓછી બેઠકો પણ કેજરીવાલને મળી વધારે, આ વખતે ટ્રેન્ડ રીપિટ થાય તો AAPની હેટ્રિક
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.