IPLમાં વિરાટ કોહલીના નેતૃત્વ વાળી ટીમ રોયલ ચેલેન્જર બેંગ્લોર દરેક સિઝનમાં એક મેચ ગ્રીન કલરની જર્સી પહેરીને રમે ઠેય આ વર્ષે પણ આરસીબીએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગ્રીન જર્સી પહેરીને એક મેચ રમી હતી.
આઇપીએલની દરેક સિઝનમાં આરસીબી એક મેચ ગ્રીન જર્સી પહેરીને જ રમે છે જેનો ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણના પ્રતિ લોકોને જાગરૂક કરવા માટે છે.
આ કડીમાં હવે ખૂબ જ જલ્દી રાજસ્થાન રોયલ્સનું નામ પણ જોડાવનાર છે. મળતી માહિતી અનુસાર આરસીબીની જેમ રાજસ્થાન રોયલ્સ પણ આ વખતે આઇપીએલમાં એક મેચ અલગ રંગની જર્સીમાં રમતી નજરે જોવા મળશે.
સૂત્રોનું માનીએ તો રાજસ્થાન રોયલ્સની ફ્રેંચાઇઝી કેન્સર પ્રતિ લોકોમાં જાગરૂકતા ફેલાવવા માટે આવું પગલું ભરવા જઇ રહી છે. એનાથી રાજસ્થાન રોયલ્સનું 'કેન્સર આઉટ' કેમ્પેન નામ આપવામાં આવ્યું છે.
રાજસ્થાન રોયલ્સની ટીમ આ જર્સી 11 મે ચેન્નાઇ સુપરકિંગ્સની વિરુદ્ધ થનારી હરિફાઇમાં પહેરી શકે છે. ફ્રેંચાઇઝીએ જર્સીના રંગનો હજુ સુધી કોઇ ખુલાસો કર્યો નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનની આ જર્સી 'ગુલાબી' રંગની હોઇ શકે છે.
જણાવી દઇએ કે પોઇન્ટ્સ ટેબલમાં રાજસ્થાનની ટીમ બેં મેચ ગુમાવ્યા બાદ પાંચમાં સ્થાન પર પહોંચી ગઇ છે. બુધવારે રાત્રે રાજસ્થાનની કલકત્તા નાઇટ રાઇડર્સને સાત વિકેટથી હરાવીને પહેલા સ્થાન પર કબ્જો કર્યો હતો.