ક્રિકેટ / 14 વર્ષનો આ અફઘાની ચાઇનામેન IPLની હરાજીમાં ધમાલ મચાવશે

Rajasthan Royals invite three Afghan players for trials ahead of the auction

નવી દિલ્હીઃ આઇપીએલની આગામી સિઝનની હરાજી આ મહિને કોલકાતામાં યોજાવાની છે. આના માટે બધી ટીમોએ પૂરતી તૈયારી કરી લીધી છે. એમાંય 2008માં આઇપીએલનો પ્રથમ ખિતાબ જીતનારી રાજસ્થાન રોયલ્સ લાંબા સમયથી પોતાના બીજા ખિતાબની રાહ જોઈ રહી છે. આ વખતે એવું લાગી રહ્યું છે કે રાજસ્થાને અન્ય ટીમોને જોરદાર ટક્કર આપવાનું નક્કી કરી લીધું છે, જેના કારણે તે પોતાની ટીમમાં મોટા ફેરફાર કરી રહી છે. આઇપીએલની હરાજી પહેલાં તેણે પોતાના 11 ખેલાડીને રિલીઝ કરી દીધા છે. રિલીઝ થનારા ખેલાડીઓમાં રાજસ્થાન ટીમના સૌથી મોંઘા ખેલાડી જયદેવ ઉનડકટનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આર્યમાન બિરલા, એશ્ટન ટર્નર, ઈશ સોઢી, લિયામ લિવિંગસ્ટોન, ઓશાને થોમસ, પ્રશાંત ચોપરા, રાહુલ ત્રિપાઠી, શુભમ રંજન, સ્ટુઅર્ટ બિન્ની અને સુધેસન પણ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ