બ્રેકિંગ ન્યુઝ
Shalin
Last Updated: 08:45 PM, 11 October 2020
રાજસ્થાને આ IPLમાં બીજી વખત બાજી પલટીને જીત મેળવી હતી અને આ વખતે પણ તેવટિયા મેચ વિનિંગ ખેલાડી સાબિત થયો હતો. ટોસ જીત્યા પછી હૈદરાબાદે બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જોની બેરસ્ટોની સસ્તામાં વિકેટ ખેરવીને રાજસ્થાને સંગીન પ્રારંભ કર્યો હતો.
ADVERTISEMENT
જો કે સ્લો વિકેટ હોવા છતાં ડેવિડ વોર્નર (48) અને મનીષ પાંડે (54)એ સ્કોર બોર્ડ ફરતું રાખ્યું હતું. તેમની આ ઇનિંગ્સે હૈદરાબાદનો પાયો નાખ્યો હતો. છેલ્લી ઓવરમાં કેન વિલિયમસન (22*) અને પ્રિયમ ગર્ગ (15)ની તોફાની બેટિંગથી હૈદરાબાદ 158/4ના સન્માનજનક સ્કોર સુધી 20 ઓવરના અંતે પહોંચી હતી.
ADVERTISEMENT
આ સ્કોરનો પીછો કરતી વખતે રાજસ્થાને શરૂઆતમાં જ રકાસ વાળ્યો હતો અને તેમણે બેન સ્ટોકસ, જોસ બટલર અને સ્ટીવ સ્મિથ જેવા સ્ટાર ખેલાડીઓને શરૂઆતની 5 ઓવરમાં જ ગુમાવી દેતા પરાજયનું સંકટ ઘેરાયું હતું. હૈદરાબાદે સફળતા પૂર્વક 78 રનમાં 5 વિકેટ લઇને રાજસ્થાનને દબાણમાં લાવી દીધા હતા.
આ સમયે રાહુલ તેવટિયા (45*) અને રિયાન પરાગે (42*) બાજી સાંભળી લઇને મજબૂત 85 રનની પાર્ટનરશીપના સહારે રાજસ્થાને વિજય મેળવ્યો હતો. રાજસ્થાને આ વિજય સાથે તેમની સતત ચાર મેચથી હારવાની શ્રુંખલા તોડી હતી. તેમણે 19.5 ઓવરમાં 163 રન 5 વિકેટના નુકશાને બનાવીને વિજય મેળવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.