રાજસ્થાન: પ્રતાપગઢમાં બેકાબુ બનેલા ટ્રકે જાનૈયાઓને કચડયાં, 15નાં મોત, 35 ઘાયલ

By : admin 08:36 AM, 19 February 2019 | Updated : 08:36 AM, 19 February 2019
રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં હાઈવે પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા જાનૈયાઓને ટક્કર મારતા 15 લોકોનાં મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર 100 જેટલા જાનૈયાઓ જાન લઈને જઈ રહ્યા હતા અને રોડ પર નાચી રહ્યા હતા. આવા સમયે અચાનક બેકાબૂ બનેલો ટ્રક તેમના તરફ ધસી આવ્યો અને જાનૈયાઓને અડફેટે લીધા હતા.

પોલીસે પણ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પ્રતાપગઢના એસપી અનિલ કુમાર બેનીવાલે કહ્યુ કે, આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ આ અકસ્માતને લઈને દુઃખ વ્યક્ત કર્યુ છે. અશોક ગેહલોતે કહ્યું અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે સંવેદન વ્યક્ત કરુ છું. જ્યારે ઇજાગ્રસ્તો માટે પ્રાર્થના કરું છું કે તેઓ જલ્દી ઠીક થઇ જાય.

આ અકસ્માતમાં મરનારમાં માસૂમ બાળકો પણ સામેલ છે. ગંભી રીતે ઇજાગ્રસ્ત જાનૈયાઓને ઉદેયપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જો કે પ્રતાપગઢના એસપીના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે.

જેમાં 9 લોકોના ઘટના સ્થળે જ્યારે ચારના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. જ્યારે 15 લોકોને ઇજા પહોંચી છે. Recent Story

Popular Story