રાજસ્થાન સંકટ / સચિન પાયલટની વાપસીને લઇને કેટલાંક ધારાસભ્યો નારાજ! ગેહલોતે કહ્યું-હાઇકમાન્ડનો નિર્ણય સર્વોપરી

rajasthan political crisis ashok gehlot mla high command

રાજસ્થાનમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મંગળવારે મોડી રાત્રે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક યોજાઇ. આ બેઠકમાં કેટલાંક ધારાસભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી સચિન પાયલટ અને અન્ય બળવાખોર ધારાસભ્યોની પાર્ટીમાં વાપસીને લઇને નારાજગી વ્યક્ત કરી. આ બેઠકમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે બદલાયેલા રાજકીય સમીકરણોથી ધારાસભ્યોને જાણકારી આપી અને બધાને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કર્યો પરંતુ કેટલાંક ધારાસભ્યો સચિન પાયલટની વાપસીને લઇને નારાજ જોવા મળ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ