બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:25 AM, 10 December 2023
ADVERTISEMENT
રાજસ્થાનના જયપુરમાં બે બદમાશોએ 5 ડિસેમ્બરના રોજ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી મારીને તેમની હત્યા કરી હતી. આ હત્યાકાંડ પછી જયપુરથી જોધપુર, બિકાનેર સહિત અનેક જિલ્લાઓમાં રાજપૂત સમાજ પ્રદર્શન કરી રહ્યો હતો. જેના કારણે પોલીસ પર આરોપીઓને પકડવાનું પ્રેશર વધી રહ્યું હતું. આ હત્યાકાંડ પછી રાજસ્થાન પોલીસની SITએ દિલ્હી પોલીસની મદદથી ગોગામેડીના હત્યારા રોહિત રાઠોડ અને નિતિન ફૌજીની ચંડીગઢથી ધરપકડ કરી છે.
सुखदेव सिंह गोगामेड़ी हत्याकांड | दिल्ली पुलिस की क्राइम ब्रांच ने राजस्थान पुलिस के साथ संयुक्त ऑपरेशन में सुखदेव सिंह गोगामेड़ी हत्याकांड के मुख्य आरोपी रोहित राठौड़ और नितिन फौजी समेत तीन आरोपियों को चंडीगढ़ से हिरासत में लिया है। आरोपियों को दिल्ली लाया जा रहा है: दिल्ली… pic.twitter.com/0oXKkxbPuj
— ANI_HindiNews (@AHindinews) December 9, 2023
ADVERTISEMENT
ADG ક્રાઈમ દિનેશ એમ.એન. એ આ અંગે જાણકારી આપી છે કે, બંને શૂટર્સને ચંડીગઢથી જયપુર લઈ જવામાં આવી રહ્યા છે. SIT આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે, ત્યારપછી સમગ્ર ઘટનાનો ખુલાસો થઈ શકે છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે, જેથી હત્યાકાંડ સંડોવાયેલ અન્ય લોકોની પણ ધરપકડ થઈ શકે છે.
અગાઉ એક યુવકની પણ ધરપકડ કરવામાં આવી હતી
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના મામલે ષડયંત્રકારીઓમાંથી એક રામવીર જાટની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી છે. રામવીરે નિતિન ફૌજી માટે જયપુરમાં તમામ વ્યવસ્થા કરી હતી. રામવીર અને નિતિન મિત્ર છે. આ સમગ્ર ઘટના પછી નિતિન રામવીર નિતિન અને રોહિતને મોટરસાયકલ પર બેસાડીને બગરૂથી ટોલ પ્લાઝા લઈ ગયો અને રાજસ્થાન રોડવેઝની બસમાં બેસાડ્યો હતો. આ સમગ્ર મામલે રામવીર તથા અન્ય શંકાસ્પદ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વિવાદ / કોણ છે IAS સ્મિતા સભરવાલ?, સોશિયલ મીડિયા પર કેમ થઈ રહી છે ટ્રોલ, જાણો મામલો
Nidhi Panchal
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.