બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / rajasthan jalore dalit student beaten to death internet shut down

BIG NEWS / માટલું અડકવા પર બાળકને એવો માર્યો કે મોત નીપજ્યું: રાજસ્થાનમાં સ્થિતિ તણાવપૂર્ણ, ઈન્ટરનેટ બંધ

Parth

Last Updated: 07:53 AM, 14 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

9 વર્ષના એક બાળકે સ્કૂલમાં પાણી પીવા માટે માટલાંને હાથ લગાવ્યો તો તેના શિક્ષકે તેને એટલો માર્યો કે કાનની નસ ફાટી ગઈ.

  • રાજસ્થાનમાં ફરી કાયદો વ્યવસ્થાની ગંભીર સ્થિતિ 
  • જાલોરમાં દલિત બાળકના મોત બાદ ભારેલો અગ્નિ 
  • માટલી અડી લેતા શિક્ષકે માર્યો હતો માર 

રાજસ્થાનમાં છેલ્લા ઘણા સમયથી અવાર-નવાર કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ ઊભી થઈ રહી છે. હવે જાલોરમાં એક દલિત વિદ્યાર્થીના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે અને આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. 

સમગ્ર જાલોરમાં વિદ્યાર્થીના મોત મામલે જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે તથા આરોપી શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. 

શું છે સમગ્ર ઘટના
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર 9 વર્ષના એક બાળકે સ્કૂલમાં પાણી પીવા માટે માટલાંને હાથ લગાવ્યો તો તેના શિક્ષકે તેને એટલો માર્યો કે કાનની નસ ફાટી ગઈ. જે બાદ બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન બાળકનું નિધન થયું હતું. સમગ્ર મામલે શહેરમાં વાત ફેલાતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે તથા સરકાર દ્વારા બાળકના પરિવાર માટે પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. 

મુખ્યમંત્રીએ કહ્યું ન્યાય અપાવીશું 
સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને કહ્યું છે કે આરોપી શિક્ષક સામે SC-ST એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વહેલામાં વહેલી સજા થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

ગુજરાત કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ પણ આ ઘટનાની નિંદા કરતાં કહ્યું છે કે ઘટના ભયાવહ છે અને આ વાત સમજમાં નથી આવતી કે કોઈ ખુદને બીજા કરતાં મોટો અથવા મહાન કઈ રીતે સમજી લે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ