rajasthan government working on these projects to attract tourists in jodhpur
ટ્રાવેલ /
દુનિયાની સૌથી વધુ ફરવાની જગ્યાઓમાં ભારતની આ સ્થળ સામેલ, તમારે પણ લેવી જોઇએ મુલાકાત
Team VTV10:33 PM, 13 Feb 20
| Updated: 10:41 PM, 13 Feb 20
જોધપુર રાજસ્થાનનું બીજુ સૌથી મોટું શહેર છે. તાજેતરમાં તેનું નામ દુનિયાની 15 સૌથી વધુ સારી ફરવાની જગ્યાઓમાં સામેલ થયું છે. દુનિયાની 15 સૌથી વધુ ફરવાની જગ્યાઓમાં જોધપુરનુ નામ પણ સામેલ છે. જોધપુરમાં રહેતા લોકોની સાથે સાથે આ આખા ભારત દેશ માટે ગર્વની વાત છે. જોધપુર રાજસ્થાનનું બીજુ સૌથી મોટુ શહેર છે.
આર્કિટેક્ચર અને હિસ્ટ્રી લવર્સ માટે આ શહેર વિઝ્યુઅલ ટ્રીટથી ઉતરતુ નથી. આ શહેર માત્ર ભારત નહીં, પરંતુ ઇન્ટરનેશનલ ટુરિસ્ટનું પણ ફેવરિટ છે. જોધપુરમાં અનેક વિકાસ યોજનાઓ પર કામ થઇ રહ્યુ છે, જે ખુબ જલ્દી આ શહેરનુ આકર્ષણ વધારશે.
જોજરી રિવર ફ્રંટ
સાબરમતી રિવરફ્રંટની જેમ જોધપુરમાં વિશ્વસ્તરીય રીવર ફ્રંટની પરિયોજના તૈયાર થઇ રહી છે. આ માટે ઘણા પડકારો પણ છે. જેમકે બનાડ સ્થિત જોજરી નદી સુધી પાણી લાવવા મોટા નાળા તૈયાર કરવા, સારણ નગરથી બનાડ સુધી રેલ્વે લાઇન પાસે 100 ફુટનો રસ્તો બનાવીને તેને જયપુર સાથે જોડવો જેથી ટ્રાફિક પર અસર ન પડે.
કાયલાનાનું સૌંદર્યીકરણ
જોધપુરની શાન કાયલાના લેકને સુંદર બનાવવા અને પર્યટકોને આકર્ષવા માટે તેની ચારેય બાજુ રસ્તાનુ નિર્માણ કરાશે. આ માટે 6.5 કિમીનો રસ્તો બનશે. તેની મોટાભાગની જમીન વન વિભાગને આધીન છે. 25 કરોડની આ યોજના માટે ખુબ જ જલ્દી કન્સલ્ટંટ નીમવામાં આવશે. ત્યારબાદ પેરાસેલિંગ, સ્પીડ બોટ,વોટર સ્કુટર જેવા એડવેન્ચર પણ શરુ કરાશે.
ઓપન એર થિયેટર
સમ્રાટ અશોક ઉદ્યાનમાં ઓપન એર થિયેટરનું સિવિલ નિર્માણ થવાનું છે. આ માટે પ્રશાસનિક અને નાણાકીય સ્વીકૃતિ મળી ચુકી છે. અહીં વિશ્વસ્તરીય રંગમંચનું નિર્માણ કરાશે, જ્યાં પર્યટકો માટે લોક સંસ્કૃતિનું પ્રદર્શન કરાશે.
બગીચાઓનું બ્યુટીફિકેશન
શહેરના બે મુખ્ય ગાર્ડન ઉમ્મેદ અને મંડોર ગાર્ડનના બ્યુટિફિકેશન માટે લગભગ 7 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે. ઉમ્મેદ ઉદ્યાનમાં અમૃત યોજના માટે 2.5 કરોડ રુપિયા ખર્ચાશે. આ રીતે ઐતિહાસિક મંડોર ઉદ્યાન ના વિકાસ માટે 4.82 કરોડ રુપિયા ખર્ચાશે. અહીં વર્ષભરમા લગભગ 50 હજાર વિદેશી પર્યટકો આવે છે.