BIG NEWS /
જોધપુરમાં ફરી પોલીસ પર પથ્થરમારા બાદ ભારેલો અગ્નિ, લાઠીચાર્જ બાદ ભારે ફોર્સ તૈનાત
Team VTV11:03 AM, 03 May 22
| Updated: 11:17 AM, 03 May 22
રાજસ્થાનના જોધપુરમા મોડી રાતે ઝંડા અને લાઉડસ્પિકર લઈને ફરી એક વાર હોબાળો થયો હતો. સવાર સવારમાં પથ્થરમારો પણ થયો હતો.
જોધપુરમાં મોડી રાતે અથડામણ થયું
બે સમુદાય વચ્ચે હિંસક સંઘર્ષ થયો
પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો
રાજસ્થાનના જોધપુરમા મોડી રાતે ઝંડા અને લાઉડસ્પિકર લઈને ફરી એક વાર હોબાળો થયો હતો. સવાર સવારમાં પથ્થરમારો પણ થયો હતો. જે બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આપને જણાવી દઈએ કે, સોમવાર રાતે જ જોધપુર શહેરના જાલોરી ગેટ ચોક પર ભારે હોબાળો થયો હતો. હવે ત્યાં ફરીથી પથ્થરમારો થયો છે. જે બાદ પોલીસે ફરી વાર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
આ અગાઉ પણ ઉપદ્રવિયોથી નિવારણ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટિયર ગેસના ગોળા છોડવા પડ્યા હતા. સમગ્ર જિલ્લા અને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ઈન્ટરનેટ પણ બંધ કરી દીધું હતું અને સંવેદનશીલ વિસ્તારમાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી.
ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી
આ અથડામણથી જિલ્લા અને શહેરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પ્રશાસન તરફથી એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં લાવવા માટે જિલ્લામાં 3 મે રાતના 1 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
પત્રકારોને પણ માર્યા
આ દરમિયાન મીડિયા કર્મી સાથે પણ પોલીસને વિવાદ થયો હતો. પત્રકારોને પણ લાઠીઓ મારવામાં આવી હતી. એક પત્રકારની ગંભીર ઈજા પણ થઈ હતી. પત્રકારે તેનો વિરોધ કરીને જનતા માટે રસ્તા પર ધરણા કર્યા હતા.