રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : મતદાન બાદ દિગ્ગજોએ આપ્યાં આ નિવેદન....

By : admin 10:20 AM, 07 December 2018 | Updated : 10:44 AM, 07 December 2018
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે ત્યારે કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે મતદાન કર્યું. મતદાન બાદ અશોક ગેહલોતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભારત આઝાદ થયા બાદ કોંગ્રેસે ક્યારેય રાજસ્થાનમાં સીએમનો ચહેરો જાહેર કર્યો નથી. ભાજપની નીતિ સાફ નથી.

ભાજપે કરેલા વાયદાઓ પણ પૂરા થયા નથી. ભાજપે કરેલા વાયદાઓ ખોટા પડ્યા છે. ભાજપે પાછલી ચૂંટણીમાં જે વાયદાઓ કર્યા હતા તેમાંથી મોટાભાગના ખોટા પડ્યા છે. ભાજપના વાયદા મુજબ ના તો બ્લેક મની પાછુ આવ્યુ ના કે બે કરોડ લોકોને રોજગારી મળી.

સચિન પાયલોટે મતદાન બાદ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમજી ચૂક્યા છે રાજસ્થાનમાં તેમની હાર નિશ્ચિત છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનશે. પીએમ મોદી હારનું અંતર ઘટાડવા છેલ્લે સુધી પ્રચાર કરતા રહ્યાં. 

રાજ્યના સીએમ વસુંધરા રાજેએ પણ મતદાન કર્યું. મતદાન મથકે જઈ મતદાન કર્યા બાદ વસુંધરા રાજેએ કહ્યું કે, અમે વિકાસનું કામ કર્યું છે. જેથી રાજસ્થાનની જનતા એને જ વોટ આપશે કે જેણે આ કામ કર્યું હોય.

રાજસ્થાનની જનતા પોતાની વિવેક બુદ્ધિથી એ પાર્ટીને મજબૂત બનાવશે કે જેણે વિકાસના કામ કર્યા હોય. અમે પાંચ વર્ષમાં વિકાસના કામ કર્યા છે.

તો શરદ પવારના નિવેદન પર તેઓએ કહ્યું કે, તેમના નિવેદનથી હું પણ સ્તબ્ધ છું. આટલા મોટા દિગ્ગજ નેતા જો પોતાની વાણી પર સંયમ ના રાખી શકે તે ખોટી વાત છે. શરદ પવારનું નિવેદન મહિલાઓને અપમાનિત કરનારુ છે.Recent Story

Popular Story