બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની સુરક્ષામાં મોટી ચૂક, કાફલામાં આવી ચડયો ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, જુઓ VIDEO
Last Updated: 08:16 AM, 13 December 2024
Jaipur, Rajasthan: રાજસ્થાનની રાજધાની જયપુરમાં VIPની સુરક્ષામાં મોટા ચૂકની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. બે ઘટનાઓ બુધવાર 11 ડિસેમ્બરની છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (Vice President Jagdeep Dhankhar) અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા (Bhajanlal Sharma) ની સુરક્ષામાં ચૂક જોવા મળી. નવાઈની વાત એ છે કે બંને ઘટનાઓ એક જ વિસ્તારમાં માત્ર એક જ કલાકમાં બની.
ADVERTISEMENT
રાજસ્થાનના જયપુર (Jaipur) માં મુખ્યમંત્રી ભજન લાલ શર્મા (Bhajanlal Sharma) ના કાફલામાં થયેલા દુર્ઘટના બાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (Vice President Jagdeep Dhankhar) ની સુરક્ષામાં પણ મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. એરપોર્ટ પરત ફરતી વખતે ગેસ સિલિન્ડરોથી ભરેલી ટ્રક અચાનક ઉપરાષ્ટ્રપતિના કાફલામાં ઘુસી ગઈ હતી. ટ્રક કાફલા સાથે આગળ વધતી રહી, જેને જોઈને ટ્રાફિક પોલીસવાળા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સદ્દનસીબે કોઇપણ પ્રકારનો અકસ્માત સર્જાયો ન હતો. જણાવી દઈએ કે લગભગ એક કલાક પહેલા, આ જ ચોક પર મુખ્યમંત્રીના કાફલામાં એક કાર ઘૂસી ગઈ હતી., જેમાં એક ASI સહિત 2 લોકોના મોત થયા હતા અને 4 પોલીસકર્મીઓ સહિત 6 લોકો ઘાયલ થયા. સુરક્ષામાં મોટી ભૂલોની ઘટનાઓની તપાસ ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા કરવામાં આવશે.
उपराष्ट्रपति जगदीप धनखड़ की सुरक्षा में चूक,
— Padam Singh Choudhary (@journalistpadam) December 12, 2024
काफिले में सिलेंडर से भरा ट्रक घुस गया.!!#JagdeepDhankhar | @VPIndia | #Rajasthan pic.twitter.com/Hc91KZqrJh
ADVERTISEMENT
કાફલા સાથે ચાલતી રહી ટ્રક
આ ઘટના બુધવારે સાંજે 4.10 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (Vice President Jagdeep Dhankhar) લઘુ ઉદ્યોગ ભારતીના સોહન સિંહ સ્મૃતિ કૌશલ્ય વિકાસ કેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ એરપોર્ટ પરત ફરી રહ્યા હતા. ત્યારે જગતપુરાના અક્ષયપત્ર સર્કલ પર કાફલો સીતાપુરાથી આવી રહ્યો હતો. આ દરમિયાન સીતાપુરા તરફથી આવી રહેલી ગેસ સિલિન્ડર ભરેલી એક ટ્રક કાફલામાં ઘૂસી ગઈ. ટ્રક ધીમે-ધીમે કાફલા સાથે આગળ ચાલતી રહી. ટ્રાફિક પોલીસકર્મીએ પણ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં કાફલો તેજ ગતિએ ત્યાંથી પસાર થઈ ગયો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
મુખ્યમંત્રીના કાફલા સાથે ઘટી હતી દુર્ઘટના
આ જ કાર્યક્રમમાં ભાગ લેવા જતી વખતે બુધવારે બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ સીએમ ભજનલાલ શર્મા (Bhajanlal Sharma) ના કાફલાના બે વાહનોને એક ટેક્સીએ જોરદાર ટક્કર મારી હતી. સીએમનો કાફલો અક્ષય પાત્ર ચોક પરથી પસાર થવાનો હતો. જેવો કાફલો અક્ષય પાત્ર ચોક પર પહોંચ્યો તો રોંગ સાઇડ પરથી આવી રહેલી એક ઝડપી ટેક્સી કાર કાફલા સાથે અથડાઈ હતી. મુખ્યમંત્રીના કાફલામાં કારને જતી જોઈને ટ્રાફિક ASI સુરેન્દ્ર સિંહે ટેક્સીને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ASIને ટક્કર મારીને ટેક્સી મુખ્યમંત્રીના એસ્કોર્ટમાં ચાલી રહેલી બે કાર સાથે અથડાઈ હતી.
બંને વાહનોમાં મુસાફરી કરી રહેલા પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ મુખ્યમંત્રી પોતે પોતાની કારમાં ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન ડ્યુટી પોઈન્ટ પર તૈનાત એએસઆઈ સુરેન્દ્ર સિંહનું મોત થયું હતું. સુરેન્દ્ર સિંહ વચ્ચે આવી ગયા અને તેને રોકવાનો પ્રયાસ કર્યો. જો કે, ઝડપી કારે તેમને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં કાર ચાલકનું પણ હોસ્પિટલમાં મોત થયું હતું.
આ પણ વાંચો: દિલ્હી વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસની પહેલી યાદી જાહેર, અરવિંદ કેજરીવાલ સામે સંદીપ દીક્ષિતને ટિકિટ
સ્પીકરની સુરક્ષામાં મોટી ભૂલ
આ ઘટનાના ત્રણ દિવસ પહેલા જ વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીની સુરક્ષામાં મોટી ભૂલ જોવા મળી હતી. 8 ડિસેમ્બરની રાત્રે દેવનાની જયપુરથી અજમેર જઈ રહ્યા હતા. તે સમયે એક કાર તેમના કાફલામાં ઘૂસી ગઈ હતી. કારમાં સવાર ચાર યુવકો ચાલતી કારમાંથી દેવનાનીની કારનો વીડિયો બનાવતા રહ્યા. જ્યારે ટોલ કર્મચારીઓએ કારને રોકવાનો પ્રયાસ કર્યો તો કાર બેરિકેડ તોડીને ભાગી ગઈ હતી. જોકે, જયપુર પોલીસે ઘટનાના થોડા કલાકો બાદ કારને ટ્રેસ કરી હતી. કારમાં મુસાફરી કરી રહેલા ચાર યુવકોની ધરપકડ કરવા સાથે એક સગીર યુવકની પણ અટકાયત કરવામાં આવી. ત્રણેય ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવી છે. આ ઘટનાઓની તપાસ ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.