રાજસ્થાનઃ વસુંધરા રાજેનું CM પદેથી રાજીનામું, 'આગામી સરકાર અમારા કામને આગળ વધારે'

By : admin 09:19 PM, 11 December 2018 | Updated : 09:22 PM, 11 December 2018
ન્યૂ દિલ્હીઃ રાજસ્થાનમાં મંગળવારનાં રોજ વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ વસુંધરા રાજેએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. કહ્યું કે,'આગામી સરકાર અમારા કામને આગળ વધારે. અમે સારા વિપક્ષની ભૂમિકા નિભાવશે. વસુંધરા રાજેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધેલ છે.'

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનાં અનેક એવાં દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કર્યો. વસુંધરા રાજે સરકારનાં 2/3 મંત્રી અને પાંચ સંસદીય સચિવ ચૂંટણી હારી ગયાં. વિધાનસભાનાં ઉપાધ્યક્ષ રાવ રાજેન્દ્ર સિંહ પણ હારવાવાળામાં શામેલ છે.

બીજી બાજુ કોંગ્રેસની દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ગિરિજા વ્યાસ, કોંગ્રેસ કાર્યસમિતિનાં સભ્ય રઘુવીર મીણા, કોંગ્રેસનાં રાષ્ટ્રીય સચિવ હરીશ ચૌધરી અને માનવેન્દ્ર સિંહની પણ પરાજય થઇ. વસુંધરા સરકારમાં 29 મંત્રી હતાં. જેમાંથી 23ને ફરીથી ચૂંટણી લડવાનો મોકો આપ્યો. તેમજ 6નાં ટીકિટ કાપવામાં આવ્યાં હતાં.
 


 Recent Story

Popular Story