Sunday, May 26, 2019

મહાજંગ 2018: બપોરે 1 વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં 41.53 ટકા તેલંગાણામાં 49 ટકા મતદાન

મહાજંગ 2018: બપોરે 1 વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં 41.53 ટકા  તેલંગાણામાં 49 ટકા મતદાન
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. ત્યારે બપોરના 1 વાગ્યા સુધીમાં 41.53 ટકા મતદાન નોંધાયુ છે. તેલંગાણામાં પણ આજે વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાઇ રહ્યું છે. ત્યાં બપોરના 1 વાગ્યા સુધીમાં 49 ટકા મતદાન નોંધાયુ છે. 

રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં એક જ તબક્કામાં મતદાન છે.રાજસ્થાનમાં 200માંથી 199 બેઠકો પર મતદાન છે. બસપાના ઉમેદવારનું અવસાન થતા રામગઢ બેઠક પર ચૂંટણી યોજાવાની નથી. રાજસ્થાનની 199 બેઠક પરથી 2274 ઉમેદવારો  નસીબ અજમાવી રહ્યા છે.

તો તેલંગાણા વિધાનસભામાં ત્રિકોણીયા જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે. તેલંગાણમાં તેલંગાણામાં TRS અને કોંગ્રેસ પાર્ટી મુખ્ય પ્રતિદ્વંદી છે. TRSનું ઓવૈસી સાથે ગઠબંધન છે જ્યારે કોંગ્રેસે ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી સાથે ગઠબંધન કર્યું છે.

તેલંગાણામાં 119 બેઠક પર 1821 ઉમેદવારો મેદાને  ઉતર્યા છે. મહત્વનું છે કે રાજસ્થાન અને તેલંગાણા સહિત પાંચ રાજ્યોના પરિણામ 11મીએ જાહેર થનાર છે.

તેલંગાણામાં ટીઆરએસ કોંગ્રેસની આગેવાની હેઠળનું ગઠબંધન અને ભાજપા વચ્ચે ત્રિકોણિયા જંગના એંધાણ છે. તેલંગાણા વીવીપેટનો ઉપયો કરવામાં આવી રહ્યો છે.

તેલંગાણામાં સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે રાજસ્થાન ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ 194 ઉમેદવાર જ્યારે ભાજપે 199 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં છે.

રાજ્સથાનમાં હાલ ભાજપની સરકાર છે. રાજસ્થાનમાં 2 લાખથી વધારે ઇવીએમ-વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ