રાજસ્થાન / માયાવતીને મોટો ઝટકો, BSP ના તમામ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયાં

Rajasthan All six BSP MLAs join Congress

રાજસ્થાનમાં માયાવતીને મોટો ઝટકો લાગ્યો છે. બહુજન સમાજ પાર્ટી (બસપા)ના તમામ છ ધારાસભ્યો સોમવારે કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. અત્યાર સુધી આ ધારસભ્યો પ્રદેશ સરકારને બહારથી સમર્થન આપતા હતા. મુખ્યમંત્રી અશોક ગહેલોતે જણાવ્યું કે અમે આ રાજ્યના હિતને લઇને નિર્ણય લીધો છે. બસપા ધારાસભ્યોએ સોમવારે મોડી રાતે કોંગ્રેસનું સભ્યપદ  લીધું. ગઇરાત્રે 10.30 કલાકે બધા ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યાં હતા.

બ્રેકિંગ ન્યૂઝ