બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / RAJASTHAN 2 TWIN BROTHERS DIED IN SIMILAR WAY, ONE WAS IN SURAT GUJARAT AND ANOTHER WAS IN RAJASTHAN

ચોંકાવનારૂં / સુરતમાં યુવક ધાબા પરથી પડ્યો-900 કિમી દૂર જોડિયા ભાઈનું પણ થોડીવારમાં નિધન, કારણ જાણી સૌ કોઈ સ્તબ્ધ

Vaidehi

Last Updated: 05:43 PM, 14 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2 જોડિયા ભાઈઓ 900 કિ.મી દૂર હોવા છતાં એકસમાન રીતે મૃત્યુ પામ્યાં છે. એક ભાઈનું સૂરત તો બીજાનું રાજસ્થાનમાં મોત નિપજ્યું છે.

  • 2 જોડિયા ભાઈઓનું એકસમાન રીતે થયું મોત
  • 900 કિ.મી દૂર હોવા છતાં બંને ભાઈઓનું લપસીને મોત થયું
  • એક ભાઈ ગુજરાત તો બીજો ભાઈ રાજસ્થાનમાં હતો

રાજસ્થાનનાં બાડમેરમાં કુદરતની એક વિચિત્ર પ્રકારની ઘટના જોવા મળી છે. અહીં 26 વર્ષીય જોડિયા ભાઈઓનું એકસાથે મોત નિપજ્યું છે. આ ઘટના એટલા માટે ચોંકાવનારી છે કારણકે આ બંને ભાઈઓ એકબીજાથી આશરે 900 કિ.મી દૂર હોવા છતાં બંનેનું મોત એકસમાન રીતે થયું છે. એક ભાઈ ધાબા પરથી લપસી જતાં તો બીજો ભાઈ પાણીમાં લપસી જતાં મૃત્યુ પામ્યો છે. ગુરૂવારે પરિવારનાં લોકોએ બંનેનું અંતિમ સંસ્કાર કર્યું. ભાઈઓનું નામ સોહન સિંહ અને સુમેર સિંહ હતું.

એક ભાઈ સૂરતમાં કરી રહ્યો હતો કામ

બાડમેરનાં રહેનારાં આ બંને ભાઈઓએ પોતાનું ભણતર પૂરું કર્યું અને એક ભાઈ ગુજરાતની એક ટેક્સટાઈલ કંપનીમાં નોકરી કરતો હતો અને બીજો ભાઈ જયપુરમાં રહીને ટીચર ભરતી માટે તૈયારી કરી રહ્યો હતો. બુધવારે સુમેરસિંહ ગુજરાતનાં સૂરતમાં ફોન પર વાત કરવા માટે છત પર ગયો અને ત્યાંથી લપસીને પડી જતાં મૃત્યુ પામ્યો. મોતની ખબર જાણીને બીજો ભાઈ સોહનસિંહ પણ ઘરે આવ્યો અને ગુરૂવારે સવારે વોટર ટેન્કમાં લપસી જતાં તેનું પણ મોત નિપજ્યું. 

ભાઈનાં મોતની ખબર જાણી સોહન આવ્યો ઘરે
સૂરતમાં છત પરથી લપસી જતાં એક ભાઈ સુમેરનું મોત થયું. આ સમાચાર મળતાંની સાથે જ બીજો ભાઈ જયપુર ભણી રહેલો સોહન પણ ઘરે આવ્યો. ભાઈની મોતનાં બીજા દિવસે ગુરૂવારે સોહન પણ વોટર ટેન્કમાં લપસીને મૃત્યુ પામ્યો. 

શું સોહનનું મોત સસ્યુસાઈડ?
બે દિવસોમાં 2 જોડિયા ભાઈઓનાં મોતની ખબર આવ્યાં બાદ બાડમેરનાં સિંદરી પોલીસ સ્ટેશનનાં SHO સુરેન્દ્ર સિંહએ સોહનની મોતને સસ્યુસાઈડ માનવાથી ઈનકાર નથી કર્યો. સુરેન્દ્રસિંહનું કહેવું છે કે આ મામલામાં બીજી મોત સંભવત: સ્યુસાઈડ હોઈ શકે છે તે વાતને નકારી ન શકાય. 

સંકળાયેલા મુદ્દાઓ

rajasthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ