Team VTV10:07 AM, 28 Mar 22
| Updated: 10:09 AM, 28 Mar 22
ઈન્દોરમાં શાકભાજી વેચતા પરિવારનો મૂક બધીર દીકરો આજે ભારતનું નામ રોશન કરી રહ્યો છે. રાજ વર્માની બ્રાઝિલમાં યોજાનાર ડીફ ઓલિમ્પિકમાં રેસલિંગમાં પસંદગી થઇ છે.
ઈન્દોરના રાજની બ્રાઝિલ ઓલિમ્પિકમાં પસંદગી
મૂક બધીર રાજ કુશ્તીનો ખેલાડી
સ્ટેટ અને નેશનલ લેવલે જીત્યો અનેક મેડલ
ઈન્દોરના રાજની બ્રાઝિલ ઓલિમ્પિકમાં પસંદગી
સુવિધા મેળવીને સફળતા મેળવનારા ઘણા લોકો હોય છે પરંતુ અમુક સિતારાઓ એવા પણ હોય છે, જેમનું જીવન અત્યંત સંઘર્ષથી ભરેલું હોય છે અને બધી મુશ્કેલીઓને પાછળ છોડીને તેઓ શિખર ચઢે છે. આવા છે આપણા ઇન્દોરના રાજ વર્મા. રાજ વર્મા એક મુક બધીર છે, જે આ વર્ષે મેમાં બ્રાઝીલમાં થનાર ઓલંપિક ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. રાજ 55 કિલોગ્રામ ગ્રીકો રોમન કુશ્તીમાં પડકાર આપશે.
રાજ વર્માનું મુશ્કેલીભર્યું જીવન
રાજ વર્માની ઓલંપિક સુધીની સફર બિલકુલ સરળ રહી નથી. એક ગરીબ પરિવારમાં જન્મેલ રાજની માનું મૃત્યુ વર્ષ 2016માં જ થયું હતું. ત્યાર બાદ વર્ષ 2020માં પિતાનું પણ મૃત્યુ થયું હતુ. આવામાં ઘરની જવાબદારી રાજ પર આવી ગઈ, તો તેણે પોતાનું અને પોતાના ભાઈનું પેટ ભરવા માટે શાકભાજી વેચવાની શરુ કરી દીધી હતી. જોકે પછી તેમની આ શાકભાજીની દુકાન પણ નગર નિગમ દ્વારા હટાવી દેવામાં આવી હતી. રાજનો નાનો ભાઈ અમન પણ મૂક બધીર છે.
He has won several gold and silver medals at various events. Our mother passed away in 2016 and father in 2020. Our financial condition is not good. I request govt to support us: Rishabh Verma, elder brother of Raj Verma (27.03) pic.twitter.com/GSIKOtv08E
ઈન્દોરમાં શાકભાજી વેચતા પરિવારનો મૂક બધીર દીકરો આજે ભારતનું નામ રોશન કરી રહ્યો છે. બ્રાઝિલમાં યોજાનાર ડીફ ઓલિમ્પિકમાં રેસલિંગમાં રાજ વર્માનું સિલેક્શન થયું છે. 25 વર્ષનો રાજ વર્મા બોલી નથી શકતો અને ન તો સાંભળી શકે છે. પણ પોતાના પરિવારના સહયોગ અને મહેનતના કારણે રાજ અનેક રાજ્યમાં કુશ્તી લડીને જીત્યો પણ છે. રાજ અત્યાર સુધી બ્રોન્ઝથી લઈને ગોલ્ડ મેડલ પણ જીતી ચૂક્યો છે. પણ હવે પરિવારની આર્થિક સ્થિતિ એવી છે કે નોકરી કરનારા 3 છે અને પરિવારમાં 15 સભ્ય છે.. 2012થી રેસલિંગ કરતા રાજને આર્થિક તંગીના કારણે પોષક ખોરાક નથી મળી રહ્યો. રાજ 5 એપ્રિલે દિલ્લી જશે અને ત્યાર બાદ 5 મેએ બ્રાઝિલ જશે ત્યારે પરિવારની માગ છે કે સરકાર દ્વારા રાજને થોડી મદદ મળે.