રાજ કુંદ્રા દ્વારા પોતાની ધરપકડને ગેરકાનૂની દર્શાવતી અરજી દાખલ કરવામાં આવી હતી જેના વિરુદ્ધ દલીલો કરતાં સરકારી વકીલે મોટા ખુલાસા કર્યા હતા.
રાજ કુંદ્રાએ પોતાની ધરપકડને ગેરકાનૂની દર્શાવી
કોર્ટમાં કરી હતી અરજી
સરકારી વકીલે કર્યા ચોંકાવનારાં ખુલાસા
પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાએ બોમ્બે હાઇકોર્ટમાં પોતાની ધરપકડ વિરુદ્ધ પીટીશન દાખલ કરી હતી. જેની સુનાવણી આજે થઈ હતી.
રાજ કુંદ્રાએ કરી હતી રીટ પિટિશન
રાજ કુંદ્રાએ પોતાની ધરપકડને ગેરકાનૂની દર્શાવતી રીટ પિટિશન દાખલ કરી હતી. જેની આજે સુનાવણી થઈ હતી જેમાં સરકારી વકીલ દ્વારા ઉગ્ર દલીલો સાથે એ રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે શા માટે તેની ધરપકડ જરૂરી હતી અને કાનૂની રીતે યોગ્ય હતી.
સરકારી વકીલે કર્યા ખુલાસા
વકીલે કોર્ટને કહ્યું હતું કે,'રાજ કુંદ્રાના લેપટોપમાંથી યુઝર ફાઇલ્સ, ઇમેલ્સ, મેસેજિસ અને ફેસટાઈમ જેવા પુરાવા મળ્યા હતાં. આ સિવાય ઈન્ટરનેટ બ્રાઉઝિંગ હિસ્ટ્રી પણ સબ્સ્ક્રાઇબર ડિટેલ્સ અને અલગ અલગ ઇનવોઇસ પણ મળ્યા હતાં. ક્રાઇમ બ્રાન્ચને સ્ટોરેજ નેટવર્ક માંથી 51 એડલ્ટ મૂવી મળ્યા હતાં. જ્યારે રાજનાં લેપટોપ માંથી 68 એડલ્ટ ફિલ્મો મળી હતી.
પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યો હતો
સરકારી વકીલે કહ્યું હતું કે રાજ કુંદ્રા એક બ્રિટિશ નાગરિક છે જે વારંવાર પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તપાસ એજન્સીઓ ચૂપચાપ જોઈ તો ન રહે. રાજે તેના આઇફોનના આઇકલાઉડમાંથી ઘણો બધો ડેટ ડિલીટ કરી દીધો હતો. પીપીટી પ્રેઝન્ટેશનમાં હોટશોટ્સ એપની માહિતી પણ મળી હતી. જેમાં માર્કેટિંગ સ્ટ્રેટેજી અને કામગીરીની માહિતી પણ મલી છે. આ સિવાય ફિલ્મની સ્ક્રિપ્ટ સેક્સ્યુઅલ કન્ટેન્ટ સાથે મળી હતી.
અમુક ઇમેલ્સ પણ રિવાઈવ કરાયા
વકીલે બોમ્બે હાઇકોર્ટને જણાવ્યું હતું કે અમુક ઈમેલ પણ રિવાઈવ કરવામાં આવ્યા છે જે રાજ કુંદ્રાના વૉટ્સઅપ ગ્રૂપમાં રાયન, વિયાન ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટમ બોલીફેમ નામે મળ્યા છે. આરોપી રાયન ફરાર છે તો આરોપી પ્રદીપ બક્ષી અને ઉમેશ કામત સાથે ચેટ પુરાવા તરીકે મલી આવી હતી.
તપાસમાં સહયોગ નથી કરતાં કુંદ્રા
સરકારી વકીલે કહ્યું હતું કે રાજ કુન્દ્રાને 41A નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેમણે એ સ્વીકારી નહોતી અને તપાસમાં સહયોગ પણ કરી રહ્યા નહોતા. આ સિવાય પણ તે ઘણા પુરાવા નષ્ટ કરી ચૂક્યા હતા. જે હોટશોટ એપના વોટ્સઅપ ગૃપનાં તે એડમીન હતાં તેને ગૂગલ પરથી પોર્નોગ્રાફિક કન્ટેન્ટ હોવાના કારણે હટાવી દેવામાં આવી હતી. સરકારી વકીલના જણાવ્યા અનુસાર Hotshot App નું કન્ટેન્ટ ન્યુડીટી અને સેક્સ્યુઅલ કન્ટેન્ટની ગાઈડલાઇનનું ભંગ કરતું હતું. પ્લાન બી તરીકે BollyFame લાવવાની વાત પણ ચાલતી હતી જેનો ઉલ્લેખ સરકારી વકીલે કર્યો હતો.
કોર્ટે જામીન અરજી ફગાવી
રાજ કુન્દ્રાએ જામીન માટે અપ્લાય કર્યુ છે પરંતુ 7 ઓગસ્ટ સુધી તેના જામિન ટાળી દેવામાં આવી છે. 19 જુલાઇના રોજ રાજ કુન્દ્રાની ધરપકડ કરી લેવામાં આવી હતી. મહારાષ્ટ્ર સાયબર સેલમાં થયેલી ફરિયાદ બાદ રાજ કુન્દ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે.