બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:02 PM, 16 July 2022
ADVERTISEMENT
બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા જલ્દી જ એક્ટિંગમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. રાજ કુંદ્રા 'UT નંબર 69' નામની ફિલ્મમાં પોતાની એક્ટિંગનું હુનર દર્શાવશે. રાજ કુંદ્રા હાલમાં જ પોર્નોગ્રાફી કેસમાં જેલની સજા કાપીને બહાર આવ્યા છે અને જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું નામ ઓર્થર રોડ જેલની એજ બેરેક સાથે જોડાયેલું છે જેમાં રાજ બંધ હતા.
ADVERTISEMENT
બતાવવામાં આવશે આર્થર રોડ જેલની અંદરની કહાની
જણાવવામાં આવી રહ્યું છે કે રાજ કુંદ્રાના પોર્નોગ્રાફી કેસમાં ફસાયા બાદ આર્થર રોડ જેલની અંદર તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને તે જ કિસ્સાઓને તેમણે આ ફિલ્મની અંદર દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.
રિપોર્ટસ અનુસાર રાજ કુંદ્રાની આ ફિલ્મની શૂટિંગ ગયા મહિને જ ખતમ થઈ છે. ફિલ્મની શૂટિંગ મુંબઈમાં જ કરવામાં આવી છે. જે મીરા રોડમાં રહેલી ડબ્બા ફેક્ટ્રીમાં થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે મીરા રોડ સ્થિત ડબ્બા ફેક્ટ્રીને જ ફિલ્મમાં આર્થર રોડ જેલની જેમ દર્શાવવામાં આવી છે.
18 કલાકમાં ખતમ કરી શૂટિંગ
જ્યાં ફિલ્મ સ્ટાર્સને પોતાની ફિલ્મની શૂટિંગને પુરી કરવામાં મહિનાઓ લાગી જાય છે. ત્યાં જ જણાવવામાં આવી રહ્યું છે કે રાજની પોતાની આ ફિલ્મની શૂટિંગ ફક્ત 18 કલાકમાં જ પુરી થઈ ગઈ છે.
રાજ ઉપરાંત કોઈ મોટો સ્ટાર ફિલ્મમાં નહીં
ફિલ્મમાં લીડ રોલમાં રાજ કુંદ્રા પોતે છે. જેમની શૂટિંગ વિશે પહેલા કોઈને ખબર ન હતી પડી. આ ફિલ્મમાં ખાસ કરીને એવા કાસ્ટ અને ક્રૂને રાખવાની વાત સામે આવી છે. જેમણે અત્યાર સુધી ઈન્ડસ્ટ્રીમાં વઘારે સમય નથી પસાર કર્યો. જેથી ફિલ્મને લઈને જાણકારી પહેલા બહાર ન આવી જાય.
ખબર છે કે 'ધ બિગર પિક્ચર' બેનરની આ ફિલ્મનું ડાયરેક્શન શાહનવાઝ અલીએ કર્યું છે. જેમણે 'ભેજા ફ્રાય' જેવી ફિલ્મ બનાવી છે અને આર્ટ ડાયરેક્શન નીરજ કુમાર સિંહે કર્યું છે. ચર્ચા એવી છે કે રાજ પોતાની આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર વેચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મહત્વનું છે કે ગયા વર્ષે રાજ કુંદ્રાને 2 મહિનાની જેલની સજા બાદ 21 સપ્ટેમ્બરે 50 હજારના પેપર પર જામીન આપવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.