બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Raj Kundra can no longer leave the country without the order of the court

બોલીવૂડ / રાજ કુન્દ્રા આ કામ કર્યા વગર દેશ નહી છોડી શકે, એડ્રેસ બદલશે તો આપવી પડશે જાણકારી

Kinjari

Last Updated: 06:08 PM, 22 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મંગળવારે જામીન મળી ગયા હતા અને જેલમાંથી બહાર આવ્યો હતો. રાજને અશ્લીલ ફિલ્મો બનાવવાના કાસમાં 50 હજારના બોન્ડ પર જામીન મળી હતી.

  • રાજ કુન્દ્રાનો બેલ ઓર્ડર આવ્યો સામે
  • પરમિશન લીધા વગર દેશ નહી છોડી શકે
  • ચાર્જશીટ પણ કરવામાં આવી ફાઇલ

રાજ કુન્દ્રા જુલાઇ મહીનાથી જેલમાં હતો અને 62 દિવસ બાદ તે જેલમાંથી મુક્ત થયો છે. તેના બેલ ઓર્ડર પર લખ્યું છે કે તે કોર્ટના આદેશ સિવાય દેશ નહી છોડી શકે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Kundra (@rajkundra9)

 

એક રિપોર્ટ અનુસાર, પોતાનું એડ્રેસ, મોબાઇલ નંબર જમા કરાવવાનો રહેશે અને જો તે કોઇ કારણોસર પોતાનો નંબર કે ઘરનું એડ્રેસ  બદલશે તો તેની જાણકારી ક્રાઇમ બ્રાંચને આપી પડશે. 

રાજ કુન્દ્રાનો બેલ ઓર્ડર
તમને જણાવી દઇએ કે, બેલ ઓર્ડરમાં તેના માટે કેટલાક નિયમો કહેવામાં આવ્યા છે. આ બેલ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, તેનાથી ભૂલથી ક્રાઇમ થયું છે આ ક્રાઇમમાં તેનો એક્ટિવ રોલ નથી. તપાસ પૂરી થયા બાદ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. કથિત આરોપી રાજ કુન્દ્રા મુંબઇમાં જ રહે છે અને તે જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે કોર્ટમાં હાજર રહેવા તૈયાર છે. 

ઓર્ડરમાં શું કહ્યું
એટલું જ નહી ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે રાજ અને રાયન થાર્પ પર 354સી, 292, 293, 420, 66ઇ, 67 જેવી ગંભીર કલમ લગાવવામાં આવી છે. કોર્ટે કહ્યું ચાર્જશીટમાં પૈસાની લેવડદેવડને આધાર બનાવવામાં આવ્યું છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Kundra (@rajkundra9)

 

પોર્નોગ્રાફી કેસમાં ગયો જેલ
બિઝનેસમેન રાજ કુન્દ્રા અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં જેલ ગયો હતો. 62 દિવસ બાદ તે જેલમાંથી બહાર આવ્યો અને કેમેરામાં કેદ થઇ ગયો હતો. રાજની આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી. લોકો તેની હાલત જોઇને હેરાન રહી ગયા હતા. 

રાજ કુન્દ્રાની તસવીર આવી સામે
રાજ આ તસવીરોમાં કમજોર લાગી રહ્યો છે. તેની નજરો ઝૂકેલી છે અને તેણે ઢીલા કપડાં પણ પહેર્યા છે. હાથમાં પ્લાસ્ટિકની બેગ લઇને તે મીડિયા વચ્ચે દેખાયો હતો. કપાળમાં તિલક પણ લગાવ્યું હતુ, જેને જોઇને લાગ્યું કે જેલમાંથી બહાર આવીને તેણે ભગવાનના આશીર્વાદ લીધા હતા. તે ફોટોમાં ખુબ હેરાન પરેશાન લાગી રહ્યો હતો. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Shilpa Shetty pornography case raj kundra Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ