raj anadkat from tarak mehta ka ulta chashma will be seen in a music video
મનોરંજન /
તારક મહેતા...નો ટપ્પુ કરવા જઈ રહ્યો જોરદાર 'ધમાકો', સુંદર હિરોઈન પણ હશે સાથે
Team VTV11:06 AM, 26 Feb 22
| Updated: 11:13 AM, 26 Feb 22
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો ટપ્પૂ એટલે કે રાજ અનાદકટ હવે એક નવું પ્રકરણ શરુ કરવા જઈ રહ્યા છે. જાણો વગતવાર
ટપ્પૂ જોવા મળશે એક મ્યુઝિક વીડિયોમાં
શો છોડવાની આવી હતી ખબર
તેમની સાથે સીરીયલની એક ફેમસ એક્ટ્રેસ કનિકા માન પણ જોવા મળશે
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો ટપ્પૂ એટલે કે રાજ અનાદકટ હવે એક નવું પ્રકરણ શરુ કરવા જઈ રહ્યા છે. તેમનું આ પ્રકરણ ટીવી શોથી ખૂબ જ અલગ હશે, જેમાં તેમની સાથે સીરીયલની એક ફેમસ એક્ટ્રેસ કનિકા માન પણ જોવા મળશે. બંને આ સિંગલ ટ્રેકમાં પહેલી વાર ફીચર થશે. આ બાબતે તેમણે ખુદ પણ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જાણકારી આપી હતી તથા ખુશી જતાવી હતી. 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' જેવા પોપ્યુલર શોમાં 4 વર્ષ સુધી કામ કર્યા બાદ, અભિનેતા રાજ અનાદકટ રામજી ગુલાટીનાં સિંગલ ટ્રેકમાં કનિકા માન સાથે જોવા મળશે. 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' બાદ રાજનો આ પહેલો મ્યુઝિક વીડિયો છે. આ ગીતને શાજેબ આઝાદના માધ્યમથી નિર્મિત બ્રાઉન પીચ પર રિલીઝ કરવામાં આવશે.
રામજી ગુલાટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક આધિકારિક ઘોષણા કરી તથા લોકોએ તેમના આ ફોટાને લાઈક્સ તથા કોમેન્ટથી ભરી દીધો. ઘોષણાની અમુક જ મિનિટોની અંદર, કોમેન્ટ સેક્શન ગીત રિલીઝ થવાની શુભકામનાઓ તથા આશાઓથી બરાઈ ગયું. રાજ અનાદકટે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ટીમ સાથે એક ફોટો શેર કરતા ખુશી જતાવી છે તથા કેપ્શનમાં લખ્યું છે કે દુબઈમાં મારા મનપસંદ લોકો સાથે સ્પેશિયલ શુટિંગ કરી રહ્યો છું. જ્યારે કનિકા માને પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વાતની જાણકારી જાણકારી આપતા ટીમ સાથે ફોટો શેર કર્યો, ખુશી જતાવી તથા કહ્યું કે કેમકે તમે બધા હકીકતમાં જાણવા માંગતા હતા કે દુબઈ ફરી કેમ?
રામજી ગુલાટીએ આ ગીત વિષે કહ્યું કે રાજ અનાદકટ એક શાનદાર અભિનેતા છે. 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' માં તેમના અભ્નાયે તેમને એક વૈશ્વિક પ્રશંશક આધાર અપાવ્યો. તિઓ હવે એક ઘરેલું નામ છે. બીજી બાજુ કનિકા માન એક સનસની, એક ડિજિટલ તથા ટેલીવિઝન સનસની છે. બંને સાથે એક ગીતમાં એક વિઝ્યુઅલ ટ્રીટ હશે.
શો છોડવાની આવી હતી ખબર
સાલ 2021ના અંતમાં રાજ અનાદકટ સાથે જોડાયેલ ખબર પણ સામે આવી હતી કે તેઓ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' શો ને અલવિદા કહેવાના છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમણે આ શો છોડવાનું મન બનાવી લીધું છે. સાલ 2017માં રાજ અનાદકટની એંટ્રી આ શોમાં થઇ હતી. તે જ સમયે ભવ્ય ગાંધી, જે પહેલા ટપ્પૂનું પાત ભજવતો હતો, તેણે શોમાં આગળ કામ કરવાથી ઇનકાર કર્યો હતો. જોકે શોના નિર્માતા અસિત કુમાર મોદીએ કહ્યું હતું હતું કે તેમને રાજનાં શો છોડવાને લઈને કોઈ અપડેટ નથી. તેમણે બે ટૂક કહી હતી કે મને કઈ જ ખબર નથી.