છત્તીસગઢના રાયપુર જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં મજૂરોને લઈને ઓરિસ્સાથી ગુજરાત જઇ રહેલી બસને ભયાનક અકસ્માત નડ્યો હતો જેમાં 7ના મોત નિપજ્યા છે.
ઓરિસ્સાથી ગુજરાત આવી રહેલી બસને નડેલા આ ભયાનક માર્ગ અકસ્માતમાં 7 કામદારોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 50 થી વધુ મજૂરો ઘાયલ થયા છે. આ ગોઝારી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી બાજુ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ તમામ કામદારોને તાત્કાલિક રાયપુરની સરકારી મેકાહારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ બસ શનિવારે સવારે 3:30 વાગ્યાની આસપાસ રાયપુરના નેશનલ હાઇવે 53 પર પહોંચી હતી. દરમિયાન સામેથી આવતી ટ્રક તેની સાથે જોરદાર ટકરાઈ હતી.
Odisha CM Naveen Patnaik has announced Rs 2 lakhs each to the next of the kin of seven people, residents of Ganjam, who died in a bus accident in Raipur, Chhattisgarh. The CM has directed Minister Susanta Singh to immediately proceed to Raipur to extend necessary assistance: CMO https://t.co/shSXWrric6
આ અકસ્માત એટલો ભયંકર હતો કે આ અકસ્માતમાં વિશાળ બસનો એક ભાગ સંપૂર્ણ રીતે ઉખડી ગયો હતો. આ અકસ્માતમાં 6 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક મજૂરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં 50 થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત ખૂબ ગંભીર છે.
બસે નિયંત્રણ ગુમાવ્યુ અને ખાઈમાં પડી
મહત્વનું છે કે થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં માર્ગ અકસ્માત થયાના સમાચાર આવ્યા હતા. ઈન્દોરથી રીવા જતી એક પેસેન્જર બસે નિયંત્રણ ગુમાવ્યું હતું અને ખાઈમાં પડી હતી. આ માર્ગ અકસ્માતમાં ડ્રાઈવર અને કંડકટર ઘટના સ્થળેથી નાસી છુટયા હતા. કહેવાય છે કે આ દુર્ઘટનામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
બસમાં 20 થી 30 મુસાફરો હતા
મળતી માહિતી મુજબ, શનિવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ હિંડોરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાટક પાસેના વળાંક સમયે બસ બેકાબૂ થઈને નાળામાં જઈ પડી હતી. બસમાં 20 થી 30 મુસાફરો હતા. બસ ઇન્ટરસિટી કંપની ઇન્દોરની હોવાનું જણાવાયું છે. જ્યારે, તમામ ઇજાગ્રસ્તોને 108 અને 100 ડાયલની મદદથી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.