અલર્ટ / આગામી 48 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી

આગામી 48 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે.ભારતીય હવામાન વિભાગનું માનીએ તો આગામી 48 કલાકમાં મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં વરસાદની શક્યતા છે.તો દક્ષીણ ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં બિહારના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો આગામી 24 કલાકમાં કર્ણાટકના તટીય વિસ્તારોને પણ મેઘરાજા ઘમરોળી શકે છે. આ ઉપરાંત કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ