સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ, 24 કલાકમાં દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

By : hiren joshi 01:01 PM, 12 July 2018 | Updated : 01:49 PM, 12 July 2018
અમદાવાદઃ દ. ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદનું આગમન થયું છે. સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ બાદ ઉધના, લિંબાયત, અર્ચના સ્કૂલ, વરાછા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે. ત્યારે તાપી જિલ્લામાં મેઘો મહેરબાન બન્યો છે. સતત 2 દિવસથી તાપીમાં વરસાદ યથાવત્ છે. સોનગઢ, વ્યારા, ડોલવણ, નિઝર, કુકરમુંડા, વાલોડ ઉચ્છલમાં વરસાદ વરસી રહ્યો છે. ખેતી લાયક વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

વડોદરામાં પણ ધોધમાર વરસાદ વરસતા જનજીવન ઠપ થયું છે. લહેરીપુરા, પાદરા અને ગેડીગેટ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. પાદરામાં ભારે વરસાદના પગલે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. તો ડભોઈમાં પણ ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા.48 કલાકમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા સેવી છે. જ્યારે અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. તો આજે રાજ્યમાં હળવાથી ભારે વરસાદ પડવાનું અનુમાન છે.

ઉલ્લેખનીય છે કે, 13 જુલાઈથી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે. જેથી 13 જુલાઈથી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.

અમદાવાદમાં વરસાદની 77 ટકા ઘટ
અમદાવાદમાં વરસાદની 77 ટકા ઘટ હોવાનું સામે આવ્યું છે. જૂનથી અત્યાર સુધીમાં શહેરમાં માત્ર પોણા બે ઈંચ જ વરસાદ વરસ્યો છે. 7 ઈંચ વરસાદ પડવાના બદલે માત્ર પોણા બે ઈંચ જ વરસાદ જ નોંધાયો છે. તો હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસમાં અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા
 • બારડોલી 9 ઈચ
 • ચીખલી 8 ઈચ
 • ધરમપુર 8 ઇચ
 • બોરસદ 8 ઇચ
 • ખેરગામ 8 ઇચ
 • નવસારી 8 ઇચ
 • જલાલપુર 6 ઇચ
 • સોજીત્રા 5 ઇચ
 • ડોલવન 5 ઇચ
 • વાંસદા 5 ઇચ
 • પેટલાદ 5 ઇચ
 • વાલોદ 5 ઇચ
 • આખલાવ 5 ઇચ
 • વલસાડ 5 ઇચ
 • મહુવા 4 ઇચ
 • ડાંગ 4 ઇચ
 • વિસાવદર 4 ઇચ
 • છોટા ઉદયપુર 4 ઇચRecent Story

Popular Story