Rainfall in 42 talukas of Gujarat following meteorological department forecast,
મોટું નુકસાન /
ગુજરાતના 42થી વધુ તાલુકામાં માવઠાનો માર, ખેડૂતોના પરસેવે ઊભો થયેલો પાક કમોસમી વરસાદથી મુરઝાશે
Team VTV07:15 PM, 01 Dec 21
| Updated: 07:22 PM, 01 Dec 21
હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે અનેક જગ્યાએ આજે વરસાદી ઝાપટા
ગુજરાતના 42 તાલુકામાં વરસાદી ઝાપટા
આગાહી છતાં બેદરકરી !
પાક પલળ્યો, બેદરકારી કોની?
રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેનાથી અમદાવાદમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં વરસેલા વરસાદથી વિઝિબિલિટી ઘટી હતી જેનાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતના 42થી વધુ તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે રવી સીઝનના પાકોને મોટું નુકસાન થયું છે.
માવઠાની આફત
બીજી તરફ વડોદરામાં પણ સવારથી ધીમીધારે કમોસમી વરસાદ વરસવાનુ ચાલુ હતુ. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો સુરત શહેરમાં પણ વહેલી સવારથી જામેલા વરસાદી માહોલમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો અને સુરતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વલસાડના ધરમપુર, કપરાડા, વાપી, ઉમરગામ,પારડી સહીતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા શિયાળું પાકને લઈને ખેડૂતો ચિંતાતુર બની ગયા છે સાથે ડાંગરના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ છે. નવાસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવતા ઠેર ઠેર વરસાદ પડ્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, નેત્રંગ, દહેજમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે
42 તાલુકાઓમાં કમોસમી વરસાદ
ઉમરપાડા
કામરેજ
જાંબુઘોડા
ડેડિયાપાડા
નોંદોદ
બોરસદ
ગરુડેશ્વર
પાલિતાણા
ગીર ગઢડા
ચોર્યાસી
સંખેડા
વલ્લભીપુર
નસવાડી
અમરેલી
પેટલાદ
તિલકવાડા
ઉમરાળા
પલસાણા
નડિયાદ
છોટાઉદેપુર
ગોધરા
વિરમગામ
આંકલાવ
તારાપુર
સુત્રાપાડા
કલોલ
હાલોલ
વોઘાડિયા
સાવલી
બારડોલી
મહુવા
બોડેલી
ઘોઘંબા
બગસરા
સાવરકુંડલા
ગલતેશ્વર
વડોદરા
ઓલપાડ
ઉના,કવાંટ
ખેડૂતોને મોટું નુકસાન
રાજ્યમાં માવઠાની અસરના કારણે મુશ્કેલી ઉભી થઈ છે. ભાવનગર, મહુવા, ગીરસોમનાથમાં ખેડૂતનો નુકશાન થયું છે. ભાવનગર માર્કેટયાર્ડમાં જણસી લાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આમ જોઇએ તો લાખોની મગફળીને નુકશાન બાદ અંતે યાર્ડે આ સૂચનો કર્યા છે. તો આ તરફ મહુવા યાર્ડમાં ખુલ્લામાં પડેલો મગફળી અને ડુંગળીના જથ્થો પલળી ગયો છે. 5 હજાર કરતા વધુ મગફળીની બોરીઓ પલળી ગઇ છે. તો ગીરસોમનાથમાં ઉનામાં દોઢ ઈંચ જેટલો કમોસમી વરસાદ થયો છે. અને ખેડૂતોની ચિંતા વધી છે. ચણા,કપાસ અને ઘઉંના પાકને વ્યાપક નુકસાન થઇ શકે છે. તેમજ ઘાસચારાનુ સંકટ પણ ઉભુ થાય તેવી શક્યતાઓ છે.
એલર્ટ આપવા છતાંય જણસી પલડી જવાબદાર કોણ?
રાજ્યમાં હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી વાતાવરણ સર્જાશે. આ સાથે જ ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યા પર મુકવા હવામાન વિભાગે સૂચના આપી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અને સૂચના બાદ પણ રાજકોટ અને જેતપુર યાર્ડની બેદરકારી સામે આવી છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસીને પલળીને નુકસાન થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતોની જણસી ખુલ્લામાં હોય અને નુકસાન થાય તો જવાબદાર કોણ? જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.