બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Rainfall forecast in Gujarat, Agriculture Ancient Rainfall Science Seminar held in Junagadh

અનુમાન / 12 આની રહેશે ચોમાસુંઃ રાજ્યભરના ખેડૂતો માટે આનંદના સમાચાર, વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં વરસાદનો વરતારો

Last Updated: 12:07 AM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુલાઈના ત્રીજા અઠવાડિયામાં વાવણી લાયક વરસાદ પડે તેવી પણ આગાહી, આગાહીકારોએ 12 આની સિઝન જશે તેવા વરતારા કર્યા

  • રાજ્યભરના ખેડૂતો માટે આનંદના સમાચાર
  • જૂનાગઢમાં પ્રાચીન વર્ષા વિજ્ઞાનનો સેમિનાર 
  • સેમિનારમાં વરસાદનો વરતારો કાઢવામાં આવ્યો

જૂનાગઢ કૃષિ  પ્રાચીન વર્ષા વિજ્ઞાનનો 28મોં સેમિનાર આજે યોજાયો હતો જેમાં જુદી જુદી પ્રાચીન પદ્ધતિઓ આધારે વરસાદની આગાહી કરતા લોકો ઉપસ્થિત રહયા હતા અને આવનારું ચોમાસુ કેવું રહેશે તેની વિવિધ આગાહી કરવામાં આવી હતી આ સેમિનારમાં કરવામાં આવેલી આગાહી ઉપર નજર કરીએ તો ચોમાસુ 12 આની રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એ ઉપરાંત કેટલાક આગાહીકારો વાવાઝોડા અને તીડના આક્રમણની શક્યતા પણ વ્યક્ત કરી છે એકન્દરે ચોમાસાના સારા વર્તારાને ધ્યાને લેતા શિયાળુ પાક ખુબ સારો રહેવાની શક્યતા છે

આગાહી અંગે ચર્ચા
ખેતી પ્રધાન દેશ હોવાના કારણે ભારતમાં વરસાદની આગાહી હંમેશા લોકોના મનમોહી લેવાનું કામ કરે છે હવામાન વિભાગ જયારે આગાહી કરે ત્યારે તેના ઉપર ભણેલા લોકોની નજર વધારે હોય છે પરંતુ ભારતમાં પ્રાચીન વર્ષા વિજ્ઞાન એક લોકભોગ્ય વિજ્ઞાન છે અને તેના ઉપર ખેડૂતોની નજર હોય છે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી વર્ષોથી પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે આગાહી કરતા આગાહીકારોનું સંમેલન યોજે છે અને તેમાં તમા આગાહી અંગે ચર્ચા કરવામાં આવે છે ત્યારબાદ ચોમાસુ પૂરું થાયે કોની આગાહી કેટલી સત્યની નજીક રહી તેનું તારણ પણ કાઢવામાં આવે છે

  • ઓગસ્ટના મધ્યમાં અતિવૃષ્ટ્રીની પણ આગાહી
  • ઓક્ટોમ્બરમાં ચોમાસુ વિદાય લેશે
  • શિયાળુ પાક સારો થવાની શક્યતા

પશુ-પક્ષીની બોલી ફળઝાડ અને ફૂલ ઉપરથી વરસાદની આઘી કરતા ભીમભાઇ ઓડેદરાએ કહ્યું હતું કે આ ચોમાસુ માધ્યમ રહેશે આગામી તા 8 થી વરસાદી માહોલ જોવા મળશે અને આ વરસાદ ખુબ સારા પ્રમાણમાં વર્ષે તેવી શક્યતા છે બીજી સિસ્ટમ તા 7 જુલાઈ પછી જહુબા સારો વરસાદ લાવશે જોકે આગતર ચોમાસુ સારું પણ પાછળના દિવસોમાં વરસાદ ઓછો પડશે તેવી શક્યતા છે

આ વર્ષે ચોમાસું 12 આની રહેવાની આગાહી 
પ્રાચીન માન્યતાઓ ખગોળીય સ્થિતિ વાદળો પવનની દિશા વગેરેને ધ્યાને લઈને ચોમાસાની આગાહી કરતા રામણીકભાઈ વામજાએ કહ્યું હતું કે આ વર્ષે ચોમાસાના પ્રારંભે ત્રણ તબક્કામાં વાવણી થશે પ્રથમ વાવણી અમરેલી જિલ્લામાં થશે અને આ વર્ષે જામનગર જિલ્લામાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વધારે પડશે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આગાહીકારોના મતે ચોમાસુ માધ્યમ અને વર્ષ 12 આની રહેશે જોકે ખેડૂતોમાં સારા શિયાળુ પાકની શક્યતા જોવા મળી રહી છે આ વર્ષથી કૃષિ યુનિવર્સીટીએ ક્યાં અગાહીકારની આગાહી ગત વર્ષમાં સત્યની નજીક રહી તે અંગેની જાણકારી આપવામાં આવી નથી પરંતુ પ્રાચીન વર્ષા વિજ્ઞાન લોકો માટે ઉત્સુકતા જગાડનાર અને આયોજનમાં મદદગાર હોવાનું માનવામાં આવે છે

સંકળાયેલા મુદ્દાઓ

Meteorologist Rainfall forecast gujarat rain junagadh ગુજરાત વરસાદ જુનાગઢ પ્રાચીન વર્ષા વિજ્ઞાન સેમિનાર વરસાદ આગાહી હવામાન નિષ્ણાત Gujarat Rainfall forecast
Vishnu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ