મેઘો મહેરબાન /
સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વરસાદને લઈ આગાહી, ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 29 ટકા જેટલો વરસાદ
Team VTV05:29 PM, 21 Jun 21
| Updated: 08:31 PM, 21 Jun 21
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 29 ટકા જેટલો વરસાદ પડ્યો, આગામી 1 દિવસમાં અમદાવાદમાં હળવાથઈ મધ્યમ વરસાદની આગાહી, જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, દ્વારકા અને પોરબંદરમાં પણ હળવો વરસાદ
હવામાન વિભાગની આગાહી
કયા જિલ્લામાં કેવો રહેશે વરસાદ?
``7 જિલ્લામાં વરસાદની ઘટ''
વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આજે ગાંધીનગર, મહેસાણા,પાટણમાં ભારે પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો અમદાવાદમાં હળવાથઈ મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, દ્વારકા અને પોરબંદરમાં પણ હળવો વરસાદ રહેશે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 29 ટકા જેટલો વરસાદ પડ્યો છે. અને હજુ 7 જિલ્લામાં વરસાદની ઘટ છે. તાપી, ડાંગ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, પોરબંદર, દાહોદમાં ઓછો વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં આખરે ચોમાસું બેસી ગયું છે.. રવિવારે 33 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ થયો હતો. રાજ્યમાં અત્યાર સુધી 3 ઈંચ વરસાદ નોંધાયો છે. તો સિઝનનો 9.50 ટકા વરસાદ પડ્યો છે. 102 તાલુકામાં 0થી 2 ઈંચ, 104 તાલુકામાં 2થી 5 ઈંચ, 396 તાલુકામાં 5થી 10 ઈંચ અને 9 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ પડ્યો છે. પાટણના સિદ્ધપુરમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો પાલનપુર અને ખેડામાં 4-4- ઈંચ, વડગામ અને માંડલમાં 2.5 ઈંચ જ્યારે ઊંઝા, ઘોઘંબા અને ઉમરપાડામાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે.