બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Rainfall forecast in different areas of Gujarat

ભર ઉનાળે માવઠું! / ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, આ તારીખે પલટાશે વાતાવરણ

Malay

Last Updated: 01:24 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના તાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

  • રાજ્યમાં ફરી માવઠાની આગાહી
  • 4થી 8 માર્ચ સુધી પડી શકે છે માવઠું
  • માર્ચમાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચશે

દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે અન્નદાતાઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

IFrame

રાજ્યમાં ફરી એકવાર પડી શકે છે માવઠું
ગુજરાતમાં ધીમે-ધીમે ઉનાળાની શરુઆત થવા લાગી છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર પછી ભારે ગરમી અનુભવાય છે. એટલે કે હાલ રાજ્યમાં ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. 

4 માર્ચથી 8 માર્ચ સુધી માવઠાની આગાહી 
રાજ્યના વિવિધ વિસ્તારોમાં 4થી 8 માર્ચ સુધી માવઠું પડી શકે છે. જોકે, હવામાન નિષ્ણાતનું માનવું છે કે માવઠાંની તીવ્રતા ઓછી હશે. ધોધમાર વરસાદ નહીં પડે. પરંતુ આ વરસાદ 60થી 70 ટકાને આવરી લેશે. તો હોળીના તહેવારને પણ ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં મોસમી વરસાદ અન્નદાતાઓની હોળી બગાડે એવી શક્યતા છે. 

પ્રતિકાત્મક તસવીર

આ મહિનામાં 41 ડિગ્રીએ પહોંચશે તાપમાન
હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, રાજ્યમાં માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચશે. અમદાવાદ સહિત રાજ્યના નાગરિકોએ આગામી દિવસોમાં ઉનાળાની કાળઝાળ ગરમી સહન કરવી પડશે. તો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે  છે. રાજ્યમાં 14થી 19 માર્ચ સુધી પણ વાતાવરણ પલટાઈ શકે છે. 24થી 26 માર્ચ સુધી દરિયામાં હલચલ વધી શકે છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "આગાહી | ગુજરાતના વિવધ વિસ્તારોમાં  માવઠાની શક્યતા: 4 માર્ચથી 8 માર્ચ સુધી માવઠાની આગાહી, માર્ચ માસમાં ગરમીનો  પારો ...
પ્રતિકાત્મક તસવીર

આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું અનુમાન છે કે, માર્ચ મહિનાની શરુઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, આજથી ઉતર ગુજરાતમાં કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણ શરુઆત થઈ જશે. જ્યારે 4થી 8 માર્ચ સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 4થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. 
 

 

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department Rainfall forecast unseasonal rain કમોસમી વરસાદની આગાહી Meteorological Department Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ