બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / '10 ઈંચ સુધી ખાબકી શકે વરસાદ', અંબાલાલ અને પરેશ ગોસ્વામીની ભૂકકા કાઢે તેવી આગાહી
Last Updated: 07:08 AM, 27 September 2024
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે. નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદ આવી શકે છે. 3 થી 5 ઓક્ટોબર ભારે વરસાદ વરસી શકે છે.અંબાલાલ પટેલે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર તેમજ પોરબંદર, જામખંભાળીના ભાગોમાં તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી
ADVERTISEMENT
ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ ગઇ કાલથી વરસાદે પગલા પાડ્યા હતા. જેમાં ગતરાત્રિના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં વરસાદની સ્થિતીને લઇ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્વની બાબતો જણાવી હતી. રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે. જે 2024ના ચોમાસાની ગુજરાતમાં છેલ્લી સિસ્ટમ છે. અને આ સિસ્ટમ બાદ ચોમાસાના વિદાઈની શરૂઆત થશે.
વધુ વાંચોઃ ગુજરાતમાં આજે આ વિસ્તારમાં વરસાદ કાઢશે વારો, હવામાન વિભાગની ચેતવતી આગાહી
રાજ્યના 60 થી 65% વિસ્તારમાં વરસાદ વરસશે
તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે રાજ્યના 60 થી 65% વિસ્તારમાં વરસાદ વરસશે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસસે અને દક્ષિણ ગુજરાતમાં 7 ઈંચ સુધી વરસાદ વરસી શકવાની શક્યતા તેઓએ જણાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.