બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાતમાં મેહુલિયાએ ચાલ છોડી ! રાજ્યમાં ઠેરઠેર વરસાદ, કાલાવાડ-લોધિકામાં સૌથી વધારે

photo-story

6 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / ગુજરાતમાં મેહુલિયાએ ચાલ છોડી ! રાજ્યમાં ઠેરઠેર વરસાદ, કાલાવાડ-લોધિકામાં સૌથી વધારે

Last Updated: 11:47 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં જામનાગરના કાલાવડમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે…જ્યારે રાજકોટના લોધીકામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે..રાજકોટના પડધરી અને મોરબીના ટંકારા અને જૂનાગઢ શહેરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે..રાજ્યમાં સવારે 6થી લઈ રાત્રે 8 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં 1 મીલીમીટરથી લઈ 88 મીલીમીટર સુધી વરસાદ પડ્યો છે.

1/6

photoStories-logo

1. સવારે 6થી સાંજે 8 વાગ્યા સુધી રાજ્યમાં પડેલા વરસાદના આંકડા

જૂનાગઢના મેંદરડામાં 3.5 ઈંચ, ગીરસોમનાથના તાલાળામાં 2.5 ઈંચ, જૂનાગઢ તાલુકામાં સવા બે ઈંચ, જૂનાગઢ શહેરમાં સવા બે ઈંચ, જૂનાગઢના વંથલીમાં સવા બે ઈંચ, બોટાદમાં 2 ઈંચ, જામનગરના કાલાવડમાં 2 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં 2 ઈંચ, ભાવનગરના પાલિતાણામાં 2 ઈંચ, રાજકોટના લોધીકામાં પોણા બે ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં પોણા બે ઈંચ, મોરબીના ટંકારામાં દોઢ ઈંચ, રાજકોટના પડધરીમાં દોઢ ઈંચ, જૂનાગઢના માળિયા હાટીનામાં દોઢ ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં સવાર ઈંચ, અમરેલીના લાઠીમાં સવા ઈંચ, વલસાડના વાપીમાં 1 ઈંચ, રાજકોટ તાલુકામાં પોણો ઈંચ, મોરબીના હળવદમાં પોણો ઈંચ, જૂનાગઢના કેશોદમાં પોણો ઈંચ, નવસારીના ખેરગામમાં પોણો ઈંચ, સુરત શહેરમાં પોણો ઈંચ, અમરેલીના ધારીમાં અડધો ઈંચ, સુરતના ઓલપાડ અને ચોર્યાસીમાં અડદો ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં અડધો ઈંચ, ગીર સોમનાથના કોડીનારામં અડધો ઈંચ, સુરેન્દ્રનગરના મુળીમાં અડધો ઈંચ, ભાવનગરના મહુવામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મીઠાપુર ગામમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ

જૂનાગઢના મેંદરડામાં ભારે વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં મેંદરડામાં ગાંજવીજ સાથે ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મેંદરડાના મીઠાપુર ગામમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. જેને લઈને મીઠાપુર ગામની નદીમાં ઘોડાપુર આવ્યું છે. નદીમાં આવેલા ઘોડાપુરમાં એક વ્યક્તિ તણાયો છે. જેને લઈને ગામ લોકોએ તણાયેલા વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે. તંત્રને જાણ કરતાં કેશોદથી ફાયર વિભાગની ટીમ મીઠાપુર જવા રવાના થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા

ભાવનગરના પાલીતાણાના વીરપુર ગામે વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે..વીજ પોલ પર વિજળી પડતાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે..

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

રાજકોટમાં અડધા ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી છે. અડધો ઈંચ વરસાદમાં જ તંત્રની પ્રિમોન્સુન કામગીરી પાણીમાં ધોવાઈ ગઈ છે. અડધા ઈંચ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતાં વાહન ચાલકોના વાહનો બંધ થયા હતા. પ્રિમોન્સૂન કામગીરી પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે..પરંતુ આ પૈસા પ્રથમ વરસાદમાં જ પાણીમાં વહી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. હાથલા, જસાપર, રોજડા, દુધાળા ગામોમાં ધોધમાર વરસાદ

દ્રારકા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાણવડ તાલુકાના હાથલા, જસાપર, રોજડા, દુધાળા સહિતના ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી હતી. વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

બોટાદ શહેરમાં બપોરબાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા બે ઈંચ વરસાદ નોંધાયો છે ત્યારે શહેરનાં જ્યોતિગ્રામ સર્કલ પાસે પસાર થતી ઉતાવળી અને મધુ નદીમાં નવા નીર આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rainy Water bhavnagar rain Meteorological Department

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ