બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં આજે મેઘરાજા કરશે દે ધનાધન, શું કહે છે ગાજવીજ આગાહી
7 ફોટો ગેલેરી
Priyakant
Last Updated: 09:03 AM, 17 June 2024
1/7
ગુજરાતમાં આજે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે. વિગતો મુજબ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે તેજ પવન સાથે વરસાદ વરસી શકે છે. આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત અને રાજકોટમાં પણ વરસાદ પડી શકે છે.
2/7
આજે ગાંધીનગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, કચ્છમાં વરસાદની આગાહી છે. આ સાથે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
3/7
આવતીકાલે એટલે કે 18મી જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
4/7
19મી તારીખના રોજ ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં સામાન્ય હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
5/7
6/7
21મી તારીખે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથેવડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.
7/7
22મી તારીખે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે