બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:53 PM, 10 August 2024
દેશમાં મોટાભાગના વિસ્તારમાં હજુ પણ મેઘરાજા બઘટાડી બોલાવી રહ્યા છે. ત્યારે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હાલમાં ઉત્તર ભારત સહિત દેશભરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારત, પર્વતીય વિસ્તારો અને મધ્ય વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જો કે આ પછી વરસાદથી થોડી રાહત મળવાની સંભાવના છે. આ સિવાય કેરળ, તમિલનાડુ, પુડુચેરી સહિત દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં 11-13 ઓગસ્ટ સુધી ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો તમિલનાડુ, પુડુચેરી, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મેઘાલય, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, સિક્કિમ, બિહાર, ઓડિશામાં ભારે વરસાદ છે. અરુણાચલ પ્રદેશ, કોંકણ અને ગોવામાં ભારે વરસાદ થયો હતો. ઉત્તર ભારતની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પૂર્વી ઉત્તર પ્રદેશમાં 10-16 ઓગસ્ટ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 10-11 ઓગસ્ટે મધ્યમથી ભારે વરસાદ થવાની છે.
ADVERTISEMENT
આ સિવાય પંજાબમાં 10 અને 11 ઓગસ્ટે, હરિયાણા, ચંદીગઢમાં 10, 11 અને 14 ઓગસ્ટે ભારે વરસાદ પડશે. હિમાચલ પ્રદેશમાં 10 ઓગસ્ટની વચ્ચે, ઉત્તરાખંડમાં 10 અને 11 ઓગસ્ટની વચ્ચે અને પૂર્વ રાજસ્થાનમાં 10-14 ઓગસ્ટની વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ અને મધ્ય ભારત અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે છત્તીસગઢ, ગુજરાતમાં 10 ઓગસ્ટે, પૂર્વ મધ્ય પ્રદેશમાં 10 અને 11 ઓગસ્ટે, કોંકણ અને ગોવામાં, 10 અને 11 ઓગસ્ટે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. આ સિવાય પશ્ચિમ મધ્યપ્રદેશમાં 10 ઓગસ્ટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
વધુ વાંચો : પ્રાઈવેટ પાર્ટ સહિત આખા શરીર પર ઈજા, કોલેજમાં લેડી ડોક્ટર સાથે હેવાનિયત, કાળજું કંપી જશે
અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 10-16 ઓગસ્ટ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 10, 15 અને 16 ઓગસ્ટ, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં 14-ઓગસ્ટ, ઓડિશા 16 ઓગસ્ટ: બિહારમાં 10-13 ઓગસ્ટે ભારે વરસાદ ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.