બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, વરસાદ પડશે કે નહીં? જાણો લેટેસ્ટ આગાહી
Last Updated: 08:23 AM, 9 August 2024
ઠંડરસ્ટ્રોમ એક્ટીવીટી સાથે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહિસાગર, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે એટલેકે નવમી ઓગસ્ટનાં રોજ ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી
હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ વાંચોઃ સંસ્કારી નગરીમાં વાહનચાલકો ભૂલ્યા ભાન, હવે નિયમો તોડ્યા તો ખેર નહીં!
માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
10 ઓગસ્ટનાં રોજ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારો જેવા કે ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી ત્રણ દિવસ રાજ્યનાં તમામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.